SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રગટે છે. એ નમસ્કારભાવ આપણા રોમરોમમાં વ્યાપ્ત થાય છે. એનાથી સાચી વિનમ્રત પ્રાપ્ત થાય છે. એના વડે પૂર્ણ સમભાવનો આવિર્ભાવ થાય છે. એનાથી ખેંચાઈને વિશ્વના તમામ સદ્ગુણો આપણને આવી મળે છે. સદ્ગુણોનું આગમન દુર્ગુણોની નિર્જરામાં પરિણમે છે. નિર્જરાની સાથે સાથે જ સંવર કાર્યશીલ બને છે. એના ફળસ્વરૂપ મોક્ષમાર્ગનાં દ્વાર સાધક માટે ખુલ્લાં થાય છે. એકલા હાથે કશી સિદ્ધિ પ્રાપ્ત કરી શકાતી નથી. સહાય અને શુભેચ્છા વિના પ્રગતિ થઈ શકતી નથી. આ કાર્ય શત્રુઓદ્વારા નથી થતું, મિત્રોદ્વારા જ થઈ શકે છે. ‘નમો' એ મૈત્રી અને મિત્રો માટેનું ચુંબકીય રસાયણ છે. નમવા માંડીએ એટલે મિત્રો મળવા માંડે. એ મિત્રો શુભેચ્છા લઈને આવે. એની પ્રતિક્રિયારૂપ વિશ્વમૈત્રી અને વિશ્વકલ્યાણ-શિવમસ્તુની ભાવના આપોઆપ પ્રગટવા માંડે.. વિશ્વકલ્યાણની ભાવના જ્યારે સાચોસાચ પ્રગટે ત્યારે નિજકલ્યાણ તો મંદિર પરના શિખરની જેમ આપોઆપ Automatically ત્યાં પ્રસ્થાપિત હોય જ. આ મહાકાર્ય નમસ્કારભાવનું છે અને નમસ્કારભાવમાંથી સ્વતઃ પ્રગટતી સર્વસદ્ગુણસંપન્નતાનું કારણ ‘નમો' નામનો બે અક્ષરનો શબ્દ જ છે. આ ‘નમો’, ત્રણે જગતના સ્વામિત્વનું બીજ છે. તમામ તીર્થંકર ભગવંતો અને તમામ સિદ્ધ પરમાત્માઓની સકળ સિદ્ધિઓ આ ‘નમો'માંથી જ ફાલીફૂલી છે. ઉપર ચડવું હોય તો વાંકા વળીને (નમીને) જ ચડી શકાય છે. આત્માની ઉર્ધ્વગામી ગતિ માટે પણ એવું જ છે. સેઇન્ટ બર્નાર્ડે એક સ્થળે કહ્યું છે : 'It is only the humble that can climb safely to the heights.' અર્થાત્, (નમસ્કારભાવવાળા) નમ્રજનો જ સલામતીપૂર્વક ઊંચાણ પર ચડી શકે છે. આવું આ ‘નમો’ પદ જેમને પ્રાપ્ત થયું છે, તેમને મયં સ્માત્ ? ભય શાનો ? શ્રીઅરિહંત પરમાત્માનો સર્વજીવહિતકર ભાવ એ આરાધક આત્માના ભાવપ્રાણનો પ્રાણેશ્વર છે. ધર્મ-ચિંતન ૦ ૨૬૧
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy