SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ હકીકત એમણે સિદ્ધ કરી બતાવી છે. નમસ્કાર મહામંત્રનાં પદોમાં પુનઃ પુનઃ આવતો “નમો’ શબ્દ સાચી વિનમ્રતા અને કાર્યક્ષમ સમભાવ (સૌમ્યતા) ક્યાંથી આવે છે, તેનું સ્પષ્ટ દર્શન કરાવે છે. જ્યાં નમસ્કારભાવ નથી, ત્યાં નમ્રતા નથી, જ્યાં નમ્રતા નથી, ત્યાં સમભાવ નથી, જ્યાં સમભાવ નથી, ત્યાં કોઈ પણ સગુણનો વાસ નથી અને જ્યાં કોઈ પણ સદ્ગણ નથી, ત્યાં પછી શું રહે છે ? અર્થાત્ કાંઈ જ નહિ. ' શ્રીનમસ્કાર મહામંત્રની સાધનાનો પ્રાથમિક હેતુ નમસ્કારભાવજનિત વિનમ્રતા અને સૌમ્યતાને પ્રગટાવવાનો જ રાખી શકાય. એ હેતુ જો ના હોય તો પરિણામ કંઈ આવે નહિ. અંગત મહત્તાને ત્યાં બાજુ પર જ મૂકવી પડે. એક પાશ્ચાત્ય વિદ્વાને લખ્યું છે : 'A desire for personal prominence in worldly affairs is conceit and false pride which bring np belessings to life Humility and meekness are true qualities which bring the good results desired by all sane people. અર્થાતું, ‘દુન્યવી બાબતોમાં વ્યક્તિગત મહત્તાની ઇચ્છા (કામના) કેવળ ભ્રમ અને મિથ્યાભિમાન છે, જીવનમાં કોઈ આશિર્વાદનો અભિષેક તેનાથી થતો નથી. તમામ શાણા મનુષ્યો જે શુભ પરિણામની ઇચ્છા રાખે છે, તે વિનમ્રતા અને સૌમ્યતારૂપી સદ્ગણોના વિકાસથી જ લાવી શકાય છે.” આપણે આમાં એટલું ઉમેરવાનું છે કે નમસ્કારભાવનાપૂર્ણ વ્યાપ્તિકરણ વિના સાચી વિનમ્રતા અને સૌમ્યતા શક્ય જ નથી, અને આપણી દીનતા, હીનતા તથા ક્ષતિઓની બેધડક કબૂલાત વિના એ મહત્ત્વપૂર્ણ નમસ્કારભાવની ઝાંખી પણ થઈ શકતી નથી. એક બીજા વિદ્વાને અન્યત્ર લખ્યું છે : 'A man should never be ashamed to own that he has been in the wrong which is but saying, in other words, that he is wiser today than he was yesterday' ' અર્થાત્, “પોતાના હાથે ઘણાં ખોટાં કાર્યો (પાપકૃત્યો) થયાં છે, એ વાતનો સ્વીકાર કરતાં માણસે કદી પણ શરમાવું જોઈએ નહિ. એની ભૂલની) કબૂલાત કરવાનો બીજો અર્થ એ થાય છે કે ગઈ કાલે હતો તેના કરતાં આજે તે વધારે શાણો છે.” શ્રીનમસ્કારમહામંત્રમાંના “નમો” શબ્દની અદ્ભુત ખૂબી અને વિશિષ્ટ કામગીરી આથી સ્પષ્ટ થાય છે. નમો’ શબ્દ આપણાં દુષ્કૃત્યો (આત્માને ભવભ્રમણના ચક્કરમાં ચડાવનારાં કર્મો) વિશે આપણને જાગ્રત કરે છે એ જાગ્રતિથી આપણામાં વાસ્તવિક નમસ્કારભાવ ૨૬૦૦ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy