SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીનવકારનો મંગલ ધ્વનિ પ.પૂ.મુનિરાજ શ્રીમિત્રાનંદવિજયજી મહારાજ (આ કથામાં જીવને ઉપયોગમાં જોડવાની, શ્રીનવકારની અચિંત્ય શક્તિનું સુંદર પ્રતિપાદન થયું છે. કથાની ભાષા જેટલી સરળ છે તેટલી જ હૃદયસ્પર્શી છે. પરિણામજન્ય સત્ત્વની પવિત્ર પ્રભા વડે દીપતી આ કથા—ધર્મધ્યાનમાં સ્થિર બનવામાં સારી સહાય કરે છે. સં.) (૧) વસંતપુરનગર. ત્યાં આધ્યાત્મિકતાની વસંત સદૈવ ખીલેલી રહેતી. એ નગરનો વાસી ક્ષેમંક૨શ્રાવક બાલ્યકાળથી જ આધ્યાત્મિકતાનો પરમઉપાસક અને સાત્ત્વિક શિરોમણિ હતો. તત્ત્વજ્ઞાનનો તેને ભારે રસ હતો. ધર્મકથા કરવામાં તે કદી થાકતો નહિ. ઉત્સાહ-ઉમંગ કે કર્તવ્યબુદ્ધિ હોય છે ત્યાં થાક જણાતો નથી. ઉત્સાહની મંદતા કોઈપણ કાર્યમાં થાકનો અનુભવ કરાવે છે. ક્ષેમંકર યુવાન હતો છતાં ઉન્માદી ન હતો. જ્ઞાન-વિજ્ઞાનનું કૌશલ્ય ધરાવતો છતાં ઉદ્ધત ન હતો. ઉછળતી યુવાનીમાં જ તેને જ્ઞાનની પ્રૌઢતા અને સદાચારનો પ્રકાશ લાધી ગયા હતા. વિનય અને વિવેકથી ચળકતી બે આંખોથી તેની મુખમુદ્રા ઓજસ્વી દેખાતી હતી. ગાંભીર્યના અખૂટધનથી તે ખૂબ સમૃદ્ધ હતો. ભૌતિક સંપત્તિ તો એની સદાયની દાસી હતી, છતાં શ્રીમંતાઈનો ગર્વ એને સ્પર્શી શક્યો ન હતો. એના ગુણોની સુવાસથી ખેંચાઈને એની આસપાસ કલ્યાણમિત્રોનું ટોળું જામતું. એની તથ્યપમિત વાણીએ મિત્રોને સારું આકર્ષણ કર્યું હતું. એની વાણીમાં સહજ માધુર્ય હતું. ઉત્તમપુરુષોમાં આચારની પવિત્રતા, હૃદયની કોમળતા, વાણીની મધુરતા, પાપભિરૂતા, જનપ્રિયતા વગેરે અનેક વિશેષતાઓ જન્મસિદ્ધ હોય છે. પરમશ્રાવક ક્ષેમંકર પોતાના સાધર્મિકો અને સ્નેહીઓ સમક્ષ ક્યારેક સંસારની કટુતા રજૂ કરે તો ચારેક સંયમની મધુરતા જણાવે. ક્યારેક અહં-મમની સ્વાર્થાંધતા ખુલ્લી કરે તો ક્યારેક સર્વ જીવોના હિતની ભાવના સમજાવે. ક્યારેક નવતત્ત્વની રસલ્હાણ લૂટાવે, તો ક્યારેક જૈનદર્શનનો સૂક્ષ્માતિસૂક્ષ્મ કર્મવાદ રજૂ કરે. ક્યારેક મહામંત્ર શ્રીનવકારનો મહિમા વર્ણવે, જાપ કરાવે, ધૂન મચાવે, ક્યારેક વળી આત્માના ધર્મ-ચિંતન ૦ ૩૭૯
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy