SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ એવી ગતિમાં સહાયક બનવાના “ધર્મઆરાધક મનોરથ હોય છે ભાવના હોય છે. તે ભાવનાનું સ્પષ્ટ શબ્દ-ચિત્ર નીચે પ્રમાણે છે : (૧) શ્રી તીર્થંકરદેવો, તેમનો શ્રુત-ચારિત્રરૂપ ધર્મ અને તે ધર્મને પાળનાર ચતુર્વિધ શ્રીસંઘ વિશ્વકલ્યાણભાવથી ભરેલાં છે એવી જાણ વર્તમાન વિશ્વને થાઓ. અને તે ત્રણે ઉપર આદરવાળું બનો. (૨) એ માટે વર્તમાન શ્રીચતુર્વિધ સંઘમાં શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતો પ્રત્યે અવિહડ ભક્તિરાગ પેદા થાઓ. (૩) એ માટે શ્રીસંઘમાં મૈત્રાદિ ભાવો વિકસો. (૪) મૈત્યાદિ ભાવોના વિકાસ માટે શુભભાવોની વિશ્વસંચાલકશક્તિ ઉપર તે દઢ વિશ્વાસવાળો બનો. (૫) એ વિશ્વાસ સુદઢ કરનારો ઉપદેશ વર્તમાન શાસ્ત્રજ્ઞ ગીતાર્થ ભગવંતો આપો. આ ભાવનાને ત્રણ કાળના, ત્રણ જગતના ધર્મપરાયણ આત્માઓની અનુમોદનાનું અમાપ બળ પ્રાપ્ત થાઓ ! આ ભાવનાને સાર્થક કરવામાં સહાયભૂત થવાની પ્રભુશાસનને પામેલા પ્રત્યેક પુણ્યશાળી આત્માને નમ્ર વિનંતી છે. આ ભાવનાના જયમાં ચારગતિમાં દુઃખો સિવાય કોઈનો પરાજય નથી. આ ભાવનાના જયમાં જીવમાત્રના હિતનું જતન છે. એમ ગંભીરપણે વિચારતાં સમજાય છે. વિશ્વને, સર્વકલ્યાણના કારણરૂપ પ્રભુશાસનની જાણ કરવાનારા મંત્રાધિરાજ. શ્રીનવકાર સાથેના ત્રિવિધ જોડાણમાં ભાગ્યશાળીઓને અપૂર્વ નિષ્ઠા પ્રગટો ! શ્રીનવકાર સાથેના ત્રિવિધ જોડાણને સુદઢ બનાવનારા ધર્મમય આચારમાં પુણ્યશાળીઓ અપૂર્વ ઉલટવાળા બનો ! સર્વજીવહિતકર કરણાની અચિંત્ય શક્તિની આરાધનામાં ભવ્યાત્માઓની સઘળી આંતર-બાહ્ય શક્તિ અને સામગ્રી સાર્થક થાઓ ! લોકમાં સર્વકલ્યાણના મહાપર્વનો સવેળા ઉદય થાઓ ! ૨૩૪ ૦ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy