________________
આઠ, આઠસો, આઠ હજાર, આઠ લાખ કે આઠ ક્રોડ નવકાર ગણનાર આઠે કર્મોના બંધનથી મુક્ત બની મોક્ષના અનંત અવ્યાબાધ સુખને પામે છે.
રાજન્ ! જો સામે શ્રીજિનમંદિર દેખાય છે ને ? તે પણ શ્રીનવકારમંત્રના મહિમાનું જ એક પ્રતીક છે એની આશ્ચર્યકારક ઘટના કહું છું, તે ધ્યાન દઈને સાંભળ. મુનિએ કહ્યું–‘સૌધર્મ લોકવાસી હેમપ્રભદેવે કોઈ કેવળી ભગવંતને પૂછ્યુંભગવન્ ! દેવલોકથી ચ્યવીને હું ક્યાં ઉત્પન્ન થઈશ ? ત્યાં મને જિનધર્મની પ્રાપ્તિ થશે કે નહિ ?
જ્ઞાની બોલ્યા—દેવ ! દેવલોકથી ચ્યવીને તું એક મહાઅટવીમાં ઉત્પન્ન થઈશ તને જિનધર્મની પ્રાપ્તિ મહાકષ્ટથી થશે.
જ્ઞાનીનું વચન સાંભળીને હેમપ્રભદેવે ભવાંતરમાં ધર્મપ્રાપ્તિ માટે ઉપાય યોજ્યો. એ માટે આ અટવીની સિલાઓ ઉપર શ્રીનવકારમંત્રના અક્ષરો-પદો કોતર્યા.
દેવલોકથી ચ્યવીને તે દેવ આ અટવીમાં વાનર તરીકે ઉત્પન્ન થયો. અટવીમાં ફરતાં ફરતાં એકવાર શ્રીનવકારમંત્રના અક્ષરોના-પદોના દર્શન થયાં. ઉહાપોહ થતાં જાતિસ્મરણજ્ઞાન થયું, વાનર ધર્મ પામ્યો.
વાનરના ભવની અતિચપળ અવસ્થામાં પણ આત્મકલ્યાણની તાલાવેલીથી અણસણ સ્વીકાર્યું. નવકારના ધ્યાનમાં વાનર મૃત્યુ પામી તે જ દેવલોકમાં તે જ સ્થાનમાં હેમપ્રભ-દેવ તરીકે ઉત્પન્ન થયો.
ધર્મપ્રાપ્તિની સ્મૃતિ નિમિત્તે શાંતિનાથપ્રભુનો આ ભવ્ય પ્રાસાદ એ દેવે કરાવ્યો છે. મુનિના મુખથી વિસ્તારપૂર્વક મહામંત્રનો મહિમા સાંભળી શ્રીદેવ· ખૂબ પ્રસન્ન થયો. લક્ષનવકા૨ના જાપનો મંગલ મનો૨થ તેના મનમાં જાગ્યો. શાંતિનાથપ્રભુના સંનિધાનમાં લક્ષજાપ શરૂ કર્યો.
બીજીબાજુ ક્ષેત્રપાળ વગેરે દુષ્ટ દેવોએ ઉપદ્રવો કરી રાજાની સાધનામાં વિક્ષેપ નાંખ્યો.જાપની આરાધના પૂર્ણ થઈ હેમપ્રભદેવ પ્રગટ થયો.
દેવે કહ્યું–રાજન્ ! શ્રીનમસ્કાર મહામંત્રના લક્ષજાપમાં સંપૂર્ણ એકાગ્રતા આવે, પંચપરમેષ્ઠિઓમાં તન્મયતા થાય અને સર્વ જીવોના કલ્યાણની કામના તીવ્ર બની જાય તો તીર્થંકરનામકર્મ બંધાય. મધ્યમ એકાગ્રતાથી વિદ્યાધર ચક્રવર્તીપણું પામે અને અલ્પ એકાગ્રતાથી એકછત્રીરાજ્યનો માલિક બને. તારે ઉપદ્રવના કારણે જાપમાં અલ્પએકાગ્રતા રહી, તેથી તું એકછત્રીરાજ્યનો માલિક થઈશ.
૩૯૬ ૦ ધર્મ-ચિંતન