SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ ઉત્તરોત્તર અધિક વેગવંત બનતો જાય. વય વધવાની સાથે તેના લક્ષણો પ્રગટ થાય, તેમ જીવની પાત્રતા વધવાની સાથે -પરિણામમાં તેની અસર કળાય. રાષ્ટ્રપ્રમુખના પદને પાત્ર પુરુષના રાષ્ટ્રપ્રેમની બાબતમાં કોઈ પણ પક્ષના ભાઈને મુદ્દલ શંકા ન હોય, તેમ શ્રીનવકારની સાથે ત્રિવિધ જોડાયેલા સત્ત્વશાળી આત્માના સર્વજીવહિતવિષયક પરિણામમાં ભાગ્યે જ કોઈને શંકા કરવા જેવું જણાય. - વગર જાહેરાતે સૂર્યોદયની જાણ સહુને થઈ જતી હોય છે, તેમ વિશુદ્ધ આત્મપરિણામ પણ વગર જાહેરાતે પોતાનો સર્વકલ્યાણકર ધર્મ બજાવતાં હોય છે. આત્માના વિશુદ્ધ પરિણામને માત્ર પોતાનું ગણવું તે ધર્મ યા પરમાત્માને માત્ર પોતાના ગણવા-ગણાવવા જેવી બાળચેષ્ટા છે. પરિણામને સ્પર્શે છે વિશુદ્ધ આત્મભાવ ત્યારે તેમાં પ્રગટે છે વિશ્વકલ્યાણની ભાવનાનો ઉત્કટ ઝંકાર. જે સ્થળ-કાળના અંતરાયોની વચ્ચે થઈને જગતના જીવોને ‘શાતા'રૂપે સ્પર્શે છે. પ્રભાસનના જયજયકારની ભાવનાવડે જેમનાં હૈયાં હસી રહ્યાં છે તેમને જગતના બધા જીવો પ્રત્યે એ ભાવ રહે છે જે ભાવવડે ભાઈ-ભાઈ વચ્ચેનું સગપણ સદાય સાચું ઠરે છે. સૂર્યોદય થાય એટલે પથારીઓ સંકેલાઈ જાય, તેમ નમસ્કારભાવના સ્પર્શ સ્વાર્થભાવ ઓસરી જાય. મન વગરને પશુ સરખી વૃત્તિઓ ચિત્તમાંથી ચાલી જાય. ત્યાં આવીને ટહૂકે, સર્વકલ્યાણભાવની કોકિલા. તે ટહૂકારને ભવ્યત્વભાવની ભાષા કહેવાય. પરિણામની ભાષા ઉપરથી આત્મવિકાસ નક્કી થાય. સર્વ પ્રકારના બાહ્યાભ્યતર વિકાસ આત્મવિકાસને આધીન છે. આત્માના વિકાસ માટે પરમાત્માની ભક્તિ અનિવાર્ય છે. પરમાત્માને મળવાનું જિનાલયની જેમ શ્રીનવકાર એ અજોડ સ્થાન છે. એવા શ્રીનવકારમાં પોતાના પરમસ્વરૂપના શોધની લગની જેમને લાગે છે, તેમને “વને “સર્વમાં નિહાળવાનો તેમ જ અભિવાદન કરવાનો ધન્યતર યોગ સાંપડે છે. એવી સ્થિતિ પાકે છે એટલે આત્મસમભાવ સ્વાભાવિક બનતો અનુભવાય છે અને તેમાંથી સામાયિકરૂપી સૂર્યનો ઉદય શરૂ થાય છે. આત્મદિવાકરનું અજવાળું, જીવ માત્રના જીવનને અજવાળતું રહો ! ધર્મ-ચિંતન ૧૬૭
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy