SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ અણમોલ શ્રીનવકાર જેની સાથે ટકરાઈને ઇન્દ્રનું વજ પણ પાછું પડે એવું દૃઢ, પવિત્ર અને સૂક્ષ્મ શ્રીનવકારને ધારણ કરનારું મન બને છે. સેંકડો કલ્પવૃક્ષોના એકસામટા મૂલ્ય કરતાં શ્રીનવકારના એક “ન' અક્ષરનું મૂલ્ય પણ અધિક છે. જે સાધનાના ફળરૂપે કલ્પવૃક્ષ મળે તે સાધનાના બદલામાં મનના પરમમિત્રતુલ્ય મંત્રાધિરાજ શ્રીનવકારનો એક અક્ષર પણ ન મળે. - એવા શ્રીનવકારના એક અક્ષરના વિધિનિષ્ઠાપૂર્વકના જાપથી સાત સાગરોપમનાં પાપનો ક્ષય થવાની હકીકત, હકીકતરૂપે સમજાય છે. ચિંતામણિરત્નોના હાર કરતાં પણ અધિક જેના પ્રત્યેક અક્ષરનું મૂલ્ય છે તેની . વિધિપૂર્વકની સાધના અધિક ફળદાયી નીવડે તેમાં અતિશયોક્તિ જેવું કશું જ નથી. શ્રીનવકારના સ્વભાવના આછા-પાતળા પણ પરિચય પછી શ્રીનવકારના પ્રત્યેક અક્ષરનું શાસ્ત્રકાર ભગવંતોએ જણાવેલું માહાસ્ય યથાર્થ સમજાય છે. શ્રીનવકારની સોબતમાં રહેનારા સત્ત્વસંપન્ન આત્માને તેના સ્વભાવનો પરિચય થતો રહે છે. શ્રીનવકારનો સ્વભાવ એટલે સર્વપાપપ્રણાશકતા. એના શરણાગતના સર્વપાપનો નાશ કરવો એ શ્રીનવકારનો સ્વભાવ છે. શ્રીનવકારને નમનારું મન, અધમ વૃત્તિઓને નમતાં જોરદાર આંચકો અનુભવે છે. શ્રીનવકારને જપનારા પ્રાણી ઇન્દ્રિયોના વિષયોનું ધ્યાન ધરતાંવેંત થાક અનુભવે છે. શ્રીનવકારની સ્તુતિમાં જોડાનારી જીલ્લા કોઈની પણ નિંદા કરતાં અકળામણ અનુભવે છે. શ્રીનવકારનું ધ્યાન ધરનારા હૃદયમાં ત્રિભુવનનું ધ્યાન ધરવાની પાત્રતા પ્રગટે છે, ત્રિભુવનપતિની કરુણાના ધ્યાન વડે એ હૃદય “અનેકાંતાને લાયક બને છે. અંધકાર અને પ્રકાશ એક જ સાથે એક જ સ્થળમાં રહી શકતા નથી તેમ શ્રીનવકાર અને પાપના પરમાણુઓ એક સાથે એક જ સ્થળમાં રહી શકતા નથી. નાજુક કિરણ જે પ્રદેશમાં પોતાનાં પગલાં કરે છે એ પ્રદેશમાંથી અંધકારનું શાસન ઉઠી જાય છે તેમ સાધકના જે આંતરિક પ્રદેશમાં શ્રીનવકારના અક્ષરની પધરામણી થાય છે ત્યાં આત્મભાવનો ઉજાસ છવાય છે, પરિણામ ઉપર તેની પ્રભા ફેલાય છે. ૧૬૮૦ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy