SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ પોતે જાણે પ્રભુજીના પરમપવિત્ર અંગને સ્પર્શી રહ્યો હોય એવો રોમાંચક અનુભવ જ્યારે શ્રીનવકારના અક્ષરને સ્પર્શતાં થાય ત્યારે માની શકાય કે પોતે શ્રીનવકા૨ને બંધબેસતો થઈ રહ્યો છે, શ્રીનવકારનો સ્વભાવ પોતાના આત્માના સ્વભાવને બરાબર પ્રગટ કરતો જાય છે. આત્માનો સ્વભાવ એટલે પરસ્પરોપગ્રહકારકતા. પર પ્રત્યે આત્મતુલ્ય ભાવ જાગે એટલે શ્રીનવકાર લાગુ પડતો જાય છે એમ ચોક્કસપણે કહી શકાય. જીવનો જે સ્વભાવ છે એ જ શ્રીનવકારનો સ્વભાવ છે. એટલે જીવની જેમ શ્રીનવકાર પણ શાશ્વત છે. એટલે જ શ્રીનવકા૨ જીવમાત્રને ઉપયોગમાં લાવવામાં બીજા કોઈ પણ મંત્ર યા સૂત્ર કરતાં તત્કાળ વધુ અસરકારક નીવડે છે. શ્રીનવકાર પ્રત્યે આંતરિક આકર્ષણ જાગે છે એટલે વિષય-કષાયોની આકર્ષણ શક્તિ મંદ પડતી જાય છે. માનું આકર્ષણ બાળકને રમકડાંની સોબતથી છોડાવે છે, તેમ શ્રીનવકા૨માતાનું આકર્ષણ સાધકને વિષય-કષાયોની સોબતથી છોડાવે છે. જીવના જીવ પ્રત્યેના ભાવની વચ્ચે આવતા તમામ પ્રકા૨ના અંતરાયો અને પ્રલોભનોથી પર બનવાની પવિત્ર શક્તિ શ્રીનવકારની ભક્તિના પ્રભાવે પરિણામમાં પ્રગટે છે. પરિણામની પવિત્રતાનું યથાર્થ મૂલ્ય જેમને સમજાય છે તેમને શ્રીનવકારના એક એક અક્ષરનું મૂલ્ય બરાબર હૃદયગત થાય છે. તરસ્યાને પાણીનું મૂલ્ય સમજાય છે, ભૂખ્યાને ભોજનનું મૂલ્ય સમજાય છે, તેમ જેમને પોતાની અપૂર્ણતા બરાબર ખૂંચે છે તેમને પૂર્ણ એવા શ્રીનવકારનું પૂરેપૂરું મૂલ્ય સમજાય છે. માત્ર પોતાનો વિચાર એટલે ‘અપૂર્ણવિચાર.’ એવા અપૂર્ણ વિચારની વચ્ચે જ વિષય અને કષાય સુખે નિવાસ કરી શકતા હોય છે. ખુલ્લા મેદાનમાં ગુન્હેગાર ન સંતાઈ શકે તેમ પૂર્ણવિચારમાં વિષય-કષાય ન છૂપાઈ શકે. પૂર્ણજીવની પાત્રતા પૂર્ણતાની પરાકાષ્ઠાએ બિરાજતા પ્રભુજીને નમવાથી પ્રગટ થાય છે. શ્રીનવકારનો પ્રત્યેક અક્ષર પૂર્ણત્વનું પ્રતિનિધિત્વ સાચવી રહ્યો છે. તેની સાથેનું ધર્મ-ચિંતન ૦ ૧૬૯
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy