________________
સ્વઆત્મા પરમાત્મતુલ્ય છે, એ નિશ્ચયનું એકાંત તત્ત્વજ્ઞાન ગુણકારક થતું નથી.. વ્યવહારમાં બીજાઓ કરતાં પોતાની અધિકતા જે અંશમાં છે, તેને જોઈ શકનાર પોતાના કરતાં દેવાધિદેવના આત્માની અધિકતા ન જોઈ શકે, તેણે સર્વઆત્માઓને આત્મતુલ્ય માન્યા છતાં પરમાત્મસ્વરૂપ તીર્થંકરદેવના આત્માને આત્મતુલ્ય પણ ક્યાં માન્યા ? તેમની જેટલી અધિકતા છે, તેના કરતાં એક અંશ પણ ન્યૂન ભાસે ત્યાં સુધી તે મૂઢતા છે, અવિવેકિતા છે, મોહગ્રસ્તતા છે.
તીર્થંકર પરમાત્માઓના આધ્યાત્મિક અને આધિભૌતિક ઋણ તળે રહેલ સમગ્રવિશ્વને અને પોતાના આત્માને તે રૂપે ન ઓળખે, ત્યાં સુધી સમ્યક્ત પણ ક્યાં છે? અને સાચું માધ્યસ્થ પણ ક્યાં છે ?
શ્રીનવકાર માહાભ્ય
જેમ પર્વતમાં મેરુ, વૃક્ષમાં કલ્પતરૂ, સુગંધમાં ચંદન, વનમાં નંદન, મૃગમાં સિંહ, ખગમાં ગરુડ, તારામાં ચંદ્ર, નદીઓમાં ગંગા, રૂમવાનમાં કામદેવ, દેવમાં ઈદ્ર, સમુદ્રમાં સ્વયંભૂરમણ, સુભટમાં વાસુદેવ, નાગમાં શેષનાગ, શબ્દમાં આષાઢી મેઘ, રસમાં ઇક્ષરસ, ફૂલમાં અરવિંદ,
ઔષધિઓમાં સુધા, રાજાઓમાં રામચંદ્રજી, સત્યવાદીમાં યુધિષ્ઠિર, ધીરતામાં ધ્રુવ, માંગલિક વસ્તુઓમાં ધર્મ, સામુદાયિક સુસંપ, ધર્મમાં દયાધર્મ, વ્રતમાં બ્રહ્મચર્ય, દાનમાં અભયદાન, તપમાં સત્ય, રત્નમાં હીરો, નરમાં નિરોગીનર, શીતલતામાં હિમ, તેમ સર્વ મંત્રોમાં શ્રીનવકાર મંત્ર એ સારભૂત અને શ્રેષ્ઠ છે. એના સઘળા ઉપકારો સહસ્ત્ર મુખથી પણ કદી કહી શકાય તેમ નથી.
- શ્રીપંચપરમેષ્ઠિ ગીતા
૪૦ ધર્મ-ચિંતન