________________
કરુણા, ઉદારતા અને સમતા
(મૈત્રીભાવનાની સમગ્રતાનું હૃદયંગમ નિરુપણ આ લેખમાં થયું છે. મૈત્રીભાવના પાકે છે એટલે કરુણા, ઉદારતા અને સમતાની–અરુણોદય પછી પ્રગટતા પ્રભાકરની માફક–પરિણામમાં પધરામણી થાય છે. સં.)
મૂલગ્રાહી કરુણા દુઃખ દૂર કરવાની લાગણીવાળો દુઃખના મૂળરૂપ વાસનાને દૂર કરવાની લાગણી ન ધરાવે તો તે કરુણા શાખાઝાહી છે, મૂલગ્રાહી નથી. મૂલઝાહી કરુણા દુઃખનું કારણ વાસના અને વાસનાનું ફળ દુ:ખ બંનેથી ઉગારી લેવા ઇચ્છે છે. શાસ્ત્રોમાં તેને ‘ભાવ દયા’ શબ્દથી સંબોધવામાં આવે છે.
સતત અભ્યાસ અમૈત્રીનો ભાવ મિત્રતા અને પ્રેમના સતત અભ્યાસ અને પ્રયોગથી દૂર થઈ શકે છે. કોઈ શત્રુ નથી, સર્વ મિત્ર છે, સર્વ એક યા બીજી રીતે સહાયક છે, સર્વમાં આપણા જેવું જ તત્ત્વ રહેલું છે, આ વિચારોમાં રહેવાનો સતત અભ્યાસ અમૈત્રીભાવ દૂર કરે છે.
દેવ, ગુરુ અને ધર્મ શ્રીજિનધર્મ કરુણાપ્રધાન છે, દુઃખિતનાં દુઃખનો નાશ કરવાની વૃત્તિ અને શક્તિ અનુસાર તેની પ્રવૃત્તિ એ કરુણા છે. તે કાર્ય દેવ, ગુરુ અને ધર્મથી સર્વોત્કૃષ્ટપણે સધાય છે માટે શ્રીજિનશાસનમાં એ ત્રણ તત્ત્વો પરમ પૂજનીય, પરમ આરાધનીય અને પરમ આદરણીય છે, કરુણા એ પરદુઃખછેદન કરનારી કરણી છે. કરુણાહીનની પૂજા કે ભક્તિ કે આરાધના ધર્મરૂપ બનતી નથી. કરુણાવાનની ભક્તિ એ જ ભક્તિ, કરુણાવાનની આરાધના એ જ આરાધના અને કરુણાવાનની પૂજા એ જ સાચી પૂજા છે. ચાર પ્રકારના ધર્મમાં પણ કરુણા છે, દાનમાં કરુણા છે, શીલમાં કરુણા છે, તપમાં કરુણા છે અને ભાવમાં કરુણા છે. એ ચારેમાં સ્વ અને સર્વને સુખી કરવાની કામના છે. સ્વ અને સર્વનાં દુઃખને દૂર કરવાની ઝંખના છે. એ કામના અને ઝંખના જ ધર્મને અમૃત બનાવે છે. એ ધર્મરૂપી અમૃત જ અજરામરપદની પ્રાપ્તિ કરાવે છે.
ધર્મ-ચિંતન ૪૧