________________
કરુણા અને ઉદારતા કરુણા અને ઉદારતા એ દાનધર્મનો મૂલ સ્રોત છે. દાનધર્મથી આપનારને ચિત્તની પ્રસન્નતા અને લેનારને દ્રવ્ય-ભાવ શાતા મળે છે. વૃક્ષ ફળ અને છાયા આપે છે. નદી જળ અને વાદળ આપે છે, વનસ્પતિ ભોજન અને ઔષધિ આપે છે, સૂર્ય પ્રકાશ અને ગરમી આપે છે, વાયુ શ્વાસ અને જીવન આપે છે, પૃથ્વી સ્થાન અને અન્નાદિ આપે છે, વિશ્વની વ્યવસ્થા જ દાન ધર્મ ઉપર અવલંબેલી છે. કેવળ વસ્તુઓનું દાન એ જ દાન છે એમ નહિ પણ ભાવનું, જ્ઞાનનું, પ્રેમનું દાન પણ દાન છે, કોમળ વૃત્તિઓ અનેક પ્રકારની છે. તેમાં કરુણા અને પ્રેમનું વિશિષ્ટસ્થાન છે. દયા પણ અભયનું દાન જ છે, ક્ષમા પણ એક પ્રકારની ઉદારતાનું દાન છે.
સમુદ્ર જળનો સંગ્રહ કરે છે માટે રસાતલને પામે છે, વાદળ સર્વને જળ આપે છે માટે આકાશ પર ચઢીને ગર્જારવ કરે છે. કહ્યું છે કે
संग्रहैकपरः प्राप्तः समुद्रोऽपि रसातलम् । दाता तु जलदः पश्य भुवनोपरि गर्जति ॥१॥
પ્રબન્ધચિંતામણિ ..
સમતાનું સ્વરૂપ સર્વે નીવા પરમામમાં !'
શ્રીદશવૈકાલિકસૂત્ર : અ-૪ સર્વ જીવો પરમ ધર્મવાળા છે. એટલે સુખની ઇચ્છા અને દુઃખના હૈષવાળા છે. પરમાહગ્નિગા' પદથી સર્વ જીવો સુખના અર્થી અને દુઃખના દ્વેષી છે, એમ કહીને કદી જીવને દુઃખ થાય નહિ અને સર્વ જીવોને સુખ થાય તે રીતે વર્તવાનું શાસ્ત્રમાં વિધાન કર્યું છે–આ જાતિની સમતા વિના દાન, તપ, યમ કે નિયમનું મુક્તિ માર્ગમાં કાંઈ પણ ફળ નથી. સમતાપૂર્વક કે સમતા અર્થે કરાયેલાં તે ફળદાયી થાય છે. ત્રસસ્થાવરાદિ ભેજવાળા સર્વ જીવોમાં સુખપ્રિયત્નાદિ ધર્મો આત્મતુલ્ય છે એમ સમજી સર્વ સાથે આત્મતુલ્ય પરિણતિને કેળવવી તે સમતા કહેવાય છે.
૪૨. ધર્મ-ચિંતન