SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્ય અને ભક્તિ (જીવને દેહના ધ્યાનમાં જોડનારા વિષયોની સોબત છોડવાની તેમ જ પ્રભુભક્તિમાં પોતાના સઘળા પ્રાણોને જોડવાની મનનીય તેમ જ ઉપકારક તાત્ત્વિક સામગ્રી આ લેખમાં પીરસાયેલી છે. તેથી ભાવભોજન-ભવદુઃખશોધનમાં સહાયભૂત થશે. સં.) વૈરાગ્ય વડે આત્મદર્શન વિપાકની વિરસતારૂપ દોષદર્શનજનિત વૈરાગ્ય એ અપર વૈરાગ્ય છે અને આતમાનુભવજન્ય દોષદર્શનરૂપ વૈરાગ્ય એ પર વૈરાગ્ય છે. વિષયોમાં ગમે તેટલા દોષ જોવામાં આવે પણ જ્યાં સુધી જીવને દેહાધ્યાસ છે, ત્યાં સુધી વિષયોનો અધ્યાસ પણ કાયમ રહે છે. એટલે જડ દેહમાં ‘અ ંત્વ-મમત્વ' બુદ્ધિનો અંશ છે, ત્યાં સુધી જડ વિષયોમાં ‘અ ંત્વ-મમત્વ' ટળતું નથી. વિષયોમાં દોષદર્શનજનિત વૈરાગ્ય વિષયોના સંગથી દૂર રહેવા પૂરતું પ્રારંભિક આભ્યાસિક કાર્ય કરી આપે છે. તેટલા પૂરતી પ્રારંભ કાલે તેની અનિવાર્ય ઉપયોગીતા છે, કેમ કે વિષયના સંગમાં રહીને આત્માનુભૂતિનો અભ્યાસ અશક્ય છે, વિષયોમાં વિપાકકાલે થતા દોષોનું દર્શન વિષયોના સંગનો ત્યાગ કરાવી આત્માનુભૂતિના અભ્યાસમાં ઉપકારક થાય છે, તેથી તે વૈરાગ્યને શાસ્ત્રકારોએ પ્રથમ સ્થાન આપેલું છે. પરંતુ વિષયોનો બાહ્યસંગ છૂટ્યા પછી તેની આંતરિક આસક્તિ ટાળવા માટે આત્માનુભૂતિ સિવાય બીજો કોઈ ઉપાય નથી અને આત્માનુભૂતિવાળા પુરુષોની ભક્તિ સિવાય આત્માનુભૂતિ પણ નીપજતી નથી એટલે પ્રાથમિક વૈરાગ્ય, પછી અનુભૂતિમાન પુરુષો ઉપરની ભક્તિ, અને પછી આત્માનુભૂતિ એ ક્રમ છે. આત્માનુભૂતિ પછી ઉપજતી વિષયોની વિરક્તિ એ તાત્ત્વિક વિરક્તિ છે, કેમ કે પછી વિષયોની વિજાતીયતાનું પ્રત્યક્ષ ભાન થાય છે. કહ્યું છે કે— विषया विनिवर्तन्ते, निराहारस्य देहिनः । रस वर्जं रसोऽप्यस्य, परं दृष्ट्वा નિવર્તતે ભક્તિ વડે આત્મદર્શન આત્મદર્શનનો બીજો ઉપાય ભક્તિ છે. ભક્તિનો અર્થ સજાતીય તત્ત્વ સાથે એકત્વનું અનુભવન. સજાતીય તત્ત્વ સમગ્રજીવરાશિ છે, તેની સાથે એકત્વનું અનુભવન મૈત્ર્યાદિ ભાવો વડે થાય છે. તેથી તે મૈત્ર્યાદિ ભાવોનો અભ્યાસ એ ભક્તિનો અભ્યાસ છે. તે અભ્યાસ તેના પરિપાક કાળે રાગ-દ્વેષની વૃત્તિઓથી દૂર હઠાવી સમત્વની સિદ્ધિ કરી આપે છે. સમત્વવાન પુરુષને પોતાના આત્મામાં જ પરમાત્મસ્વરૂપનું દર્શન થાય ધર્મ-ચિંતન ૦ ૪૩
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy