________________
છે. કહ્યું છે કે—
रागादिद्वान्तविध्वंसे, कृते सामायिकांना । स्वस्मिन् स्वरूपं पश्यन्ति योगिनः परमात्मनः ॥१॥
‘પરમ’નું સ્વરૂપ જોયા બાદ વિષયો પ્રત્યેની અંતરંગ આસક્તિ ચાલી જાય છે, તેનું જ નામ પર વૈરાગ્ય છે. અપર વૈરાગ્ય આદિમ કારણ છે, પર વૈરાગ્ય અંતિમ ફળ છે. તેનો હેતુ આત્માનુભૂતિ અને આત્માનુભૂતિનો હેતુ ભક્તિ છે. ભક્તિ વડે ઇર્ષ્યાઅસૂયાદિ ઉપક્લેશો જાય છે અને વિરક્તિ વડે રાગ-દ્વેષાદિ વૃત્તિઓ ટળે છે. રાગદ્વેષાદિનું મૂળ ક્લેશ છે. તેને ટાળવા માટે આત્મદર્શનજનિત પર વૈરાગ્ય આવશ્યક છે.
અભિષ્યંગને અયોગ્ય એવા વિષયો પર અભિષ્યંગ કરવો તે રાગ છે.૧ માત્સર્યને અયોગ્ય એવા જીવો ૫૨ માત્સર્યભાવ કરવો, તે દ્વેષ છે. તે અગ્નિજવાલાની જેમ સંતાપ ઉપજાવનારો છે.૨ જીવો પ્રત્યે મૈત્યાદિ ભાવોના અભ્યાસથી દ્વેષ જાય છે અને વિષયો પ્રત્યે વિરક્તિના અભ્યાસથી રાગ જાય છે. વિવેકજ્ઞાનને આવ૨ના૨ મોહ છે. વિષયો વિનશ્વર છે, આત્મા અવિનાશી છે. વિષયોના સંગથી આસક્તિ વધે છે અને આત્માના ધ્યાનથી વિરક્તિ પેદા થાય છે, તત્ત્વનો અવબોધ ન થવા દેવો, તે મોહનું કાર્ય છે. એ રીતે રાગ-દ્વેષ અને મોહની વૃત્તિઓનું નિવારણ ભક્તિથી થાય છે. ભક્તિ વડે આત્મગુણોની તુષ્ટિ-પુષ્ટિ
દોષો જેમ ટળતા જાય છે, તેમ આત્માનંદ વધતો જાય છે અને અનુભવ પૂર્ણ થતાંની સાથે જ વિષયોની ભૂખ ભાંગી જાય છે. માટે જ કહ્યું છે કે જેમ ભોજન વડે તુષ્ટિ, પુષ્ટિ અને ક્ષુધાની નિવૃત્તિ એ ત્રણે કાર્ય સાથે જ થાય છે, તેમ પ્રભુના નામ મંત્રરૂપી ઔષિધ વડે પણ ભક્તિરૂપી તુષ્ટિ, આત્માનુભૂતિરૂપી પુષ્ટિ અને વિષયોની વિરક્તિરૂપી ક્ષુધાની નિવૃત્તિ એક સાથે થાય છે. શારિરિક ક્ષુધાનિવૃત્તિ માટે જેટલી જરૂર આદરપૂર્વકના ભોજનની છે, તેટલી જ વાસનારૂપી ક્ષુધાંના નિવારણ માટે આદરપૂર્વક પ્રભુના નામ મંત્રની છે. પ્રભુ નામનું ગ્રહણ એ આધ્યાત્મિક આહા૨ છે, નિર્બળ આત્માને બળવાન બનાવનાર છે. વાસનારૂપી માનસિક રોગોના કારણે જીવે પોતાનું શુદ્ધબળ ગૂમાવ્યું છે અને નિર્બળ બન્યો છે. તે નિર્બળતા પથ્ય ભોજન વડે દૂર થઈ શકે
૧. અવિષયેઽભિષ્નારદ્રા]: |
२. तत्रैवाग्निज्वालाकल्पमात्सर्यापादनात्द्वेषः ।
રૂ. દેવેતરમાવાધિમપ્રતિવધવિધાનામ્મોહઃ । - ધર્મબિંદુ. ૪૪ ૦ ધર્મ-ચિંતન