SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રવણ બાદ શ્રદ્ધા એ ત્રીજી દુર્લભ વસ્તુ છે. એ પણ તીર્થકર ભગવાનના અનુગ્રહનું ફળ છે. જો તીર્થકર ભગવાનમાં પુણ્ય-પ્રકૃતિનો પ્રકૃષ્ટ ઉદય વીતરાગતા, સર્વજ્ઞતા અને તેના સાધનરૂપ ઉત્કૃષ્ટ શુક્લધ્યાનાદિ અનંતગુણ વિદ્યમાન ન હોત તો તેમના વચન ઉપર શ્રદ્ધા જ કેવી રીતે થાત ? માહાભ્યના આશ્રય વિના શ્રદ્ધા-ભક્તિ અતિ દુર્લભ છે. ચોથી દુર્લભ વસ્તુ સંયમમાં વીર્ય પ્રકટ થવું તે છે. જો તીર્થંકર પ્રભુ યથાખ્યાત ચારિત્રને જીવનમાં ન ઉતારત તો આપણને સંયમમાં પ્રેરણા કેવી રીતે મળત ? કોઈ ને કોઈ પ્રકારે શ્રી તીર્થંકર પ્રભુના ઉપકાર નીચે આવ્યા વિના, જીવ સ્વતઃ કલ્યાણની પ્રવૃત્તિ કરી શકતો નથી. અનુકૂલગ્રહણનું નામ અનુગ્રહ છે. પ્રતિકૂળગ્રહણનું નામ પરિગ્રહ છે. ભગવાનને અનુકૂલમાર્ગનું ગ્રહણ કરનાર આરાધક થાય છે. પ્રતિકૂલમાર્ગને ગ્રહણ કરનાર વિરાધક થાય છે. પ્રભુના અનુગ્રહનો સ્વીકાર કરીને “નમો અરિહંતાણં'નો નિરંતર જાપ કરનાર સાધક, આરાધક થાય છે. પોતાના પુરુષાર્થનો અહંકાર કરી, નિરંતર “અહ-મમ'નો જાપ કરનાર વિરાધક બની, અનંત જન્મ-મરણના ચક્રમાં ફસી જાય છે. જન્મ-મરણના કર્મચક્રથી બચવું હોય તેણે શ્રીઅરિહંત પ્રભુના ધર્મચક્રનું શરણ ગ્રહણ કરવું જોઈએ. એ જ તીર્થકર પ્રભુના અનુગ્રહનું સાચું દર્શન છે. . નમસ્કારનો જાપ અનુગ્રહદર્શનના ફળરૂપ હોવાથી સમ્યક્તનો જનક છે અને તે પછી જ સામાયિક ચારિત્ર સમ્યારિત્રની સંજ્ઞાને પ્રાપ્ત કરે છે અને શ્રુતસરોવર સમ્યફ શ્રુત બનીને સમ્યજ્ઞાન કહેવાય છે. તથા તે બંને ભવસાગર તરવામાં સહાયક બની શકે છે. ભગવાનની આજ્ઞાનો સાર છ આવશ્યક છે અને છ આવશ્યકનો સાર સામાયિક છે. અહંકારને નમસ્કાર દૂર કરી આપે છે અને મમકારને સમકાર યાને સામાયિકચારિત્ર દૂર કરી આપે છે. સમ્યગ્દર્શન તીર્થંકર પ્રભુના અનુગ્રહનું દર્શન કરાવે છે. સામાયિકધર્મ પ્રભુની આજ્ઞાનુસાર સમવર્તનરૂપી ધર્મવર્તનનો પ્રારંભ કરાવે છે. . આપણે એ તો માની લઈએ છીએ કે અનાજે અમારી સુધાને દૂર કરી, પરંતુ દુર્ભાગ્યવશ એ નથી માનતા કે શ્રી તીર્થંકર પ્રભુએ અમારા પાપોનું નિવારણ કર્યું. એ માટે જ આજે વારંવાર નમસ્કારનો જાપ કરવાની જરૂર છે. શબ્દાર્થભાવન, ભાવાર્થભાવન અને ફલાર્થભાવનપૂર્વક આ મહામંત્રના વારંવાર જપથી અનુગ્રહદર્શન થાય છે અને અનુગ્રહદર્શન એ જ સર્વ સિદ્ધિઓનો આધાર છે. ૨૯૪૦ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy