SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ અને વૃદ્ધિ આદિનો મૂળ આધાર પુણ્યકર્મરૂપી ધર્મ જ છે. ધર્મની નીપજ વિજ્ઞાનની શોધો અને તેથી પ્રાપ્ત થતાં શબ્દરૂપાદિ પુગલોના ભૌતિક સુખોની સિદ્ધિનો આદિમ આધાર પણ ધર્મ જ છે, પરંતુ તે ધર્મ સ્થૂલદષ્ટિને અગોચર છે. ધર્મને સાક્ષાત્ જોવા અને જાણવાની જ્ઞાનચક્ષુ વિરલ વ્યક્તિઓને જ પ્રાપ્ત થાય છે. ધર્મ એ સુખનાં કારણનું કારણ છે. કારણને સૂક્ષ્મ દૃષ્ટિ જોઈ શકે છે. કારણના કારણને જોવા માટે સૂક્ષ્મ અને સૂક્ષ્મતર ચક્ષુની જરૂર પડે છે, તે બધાને સુલભ નથી, તે ચક્ષની પ્રાપ્તિ માટે તત્ત્વની ખરી જિજ્ઞાસા હોવી જોઈએ. તત્ત્વજિજ્ઞાસુ શાસ્ત્રાભ્યાસ વડે તે ચક્ષુને પ્રાપ્ત કરી શકે છે. શાસ્ત્ર એ સર્વજ્ઞનાં વચનસ્વરૂપ છે. ધર્મને પ્રત્યક્ષ કરવામાં સહાયક બીજી ચક્ષુ એ કેવળજ્ઞાનરૂપી ચક્ષુ છે. કેવલચક્ષુ અને શ્રુતચક્ષુ વડે કારણનાં કારણને જાણી . શકાય છે, દેખી શકાય છે. શાસ્ત્રચક્ષુ કહે છે કે વિજ્ઞાન અને તેની શોધોથી મળતા શબ્દાદિ વિષયોનાં સુખો એ પાપવૃદ્ધિના હેતુભૂત હોવાથી પાપાનુબંધી પુણ્યરૂપ ધર્મની, નીપજ છે, તેથી ત્યાજ્ય છે. જે ભૌતિક સુખોની ઉત્પત્તિમાં પાપ નથી, રક્ષણમાં ક્લેશ નથી, વર્તમાનમાં દુઃખ નથી, અનાગતકાળે દુર્ગતિ નથી, અનાયાસે જેની સિદ્ધિ છે, અનીતિપૂર્વકના ભોગોમાં જેનો દુર્વ્યય નથી, ધર્મઉન્નતિ અને ધર્મવૃદ્ધિમાં જ જેનો શુભ ઉપયોગ છે, એવા સુખોની પ્રાપ્તિ પુણ્યાનુબંધી પુણ્યરૂપી ધર્મના સંબંધથી છે. તે ઉત્તરોત્તર શુભગતિની પ્રાપ્તિમાં નિમિત્તભૂત બનીને જીવને અંતે અપવર્ગના. અવ્યાબાધ સુખોની પ્રાપ્તિ કરાવે છે, તેનું જ નામ નિઃશ્રેયસ છે. નિઃશ્રેયસના સુખ એ નિરુપાધિક છે. પર દ્રવ્યના સંયોગ વિના જ થાય છે. એ સુખોનો આધાર કેવળ આત્મા છે. આત્માના સ્વરૂપમાંથી ઉત્પન્ન થતાં સુખો એ જ પરમાર્થ સુખો છે. તેની પ્રાપ્તિનો આધાર નિર્જરાલક્ષી ધર્મ છે. એ રીતે શુભાશુભ કર્મના ક્ષયથી મળતાં અવ્યાબાધ સુખો એ નિર્જરા અથવા અનાશ્રવરૂપ ધર્મની નીપજ છે. અધર્મથી નીપજતાં દુઃખને દૂર કરવાનો ઉપાય જિનોક્ત ઉભય પ્રકારનો શુભાશ્રવરૂપ કે અનાશ્રવરૂપ નિર્જરાલક્ષી ધર્મ છે, એમ સમજીને સૌ કોઈ તે ધર્મને વિષે ઉદ્યમશીલ બનો. ૧૦, ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy