SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શનશુદ્ધિનું દ્વાર ઃ ‘દાસોઽહં’-૧ (‘દાસોઽહં’ની ભાવના છે, મહામંત્ર શ્રીનવકારની આરાધનાનો પાયો. પાયાના ચણતર પછી મકાનનું ચણતર થાય, પહેલાં મકાન અને પછી પાયો એ અવળો ક્રમ ગણાય. અવળા તે ક્રમ મુજબ અથવા અવિધિએ થતી આરાધનાના ગેરલાભ અને ક્રમસરની અથવા વિધિ મુજબની આરાધનાના લાભ સંબંધી સ્પષ્ટ વિવેચન આ લેખમાં કરવામાં આવ્યું છે. સત્ત્વશીલ લેખક મહાશયની ઘણા વર્ષોની આરાધનાનો ઉજાસ આ લેખની અસરકારકતામાં સંગીન બળ પૂરે છે ગણિતાનુયોગનો મહિમા આ લેખમાં સુંદર રીતે વ્યક્ત થયો છે. સં.) આ વિશાળ અને વિરાટવિશ્વ મૂર્ત અમૂર્ત એમ બન્ને પ્રકારના સકળ પદાર્થની (Perfect_Scientific process) વિજ્ઞાનપૂર્ણ વિવિધ પ્રક્રિયાની એક મહાન (Laboratory) પ્રયોગશાળા છે. પછી ભલે તે પુદ્ગલ સ્કંધોમાં ૨હેલ ૫૨માણુઓના રસસ્થાનકોની હોય કે આત્માના અધ્યવસાય સ્થાનકોની હોય, ષડદ્રવ્યની હોય કે પંચાસ્તિકાયની હોય, ગુણસ્થાનકની હોય કે માર્ગણાદ્વા૨ોની હોય. આ આખી સર્વાંગ સંપૂર્ણ વ્યવસ્થા ગણિતના સરળ સિદ્ધાંત ઉપર નિર્ભર છે. ટુંકમાં એમ કહી શકાય કે આખા સંસારચક્રનો મૂળાધાર ગણિત (Mathematics) છે. ચારે અનુયોગમાં ગણિતાનુયોગનું સ્થાન પણ દ્રવ્યાનુયોગ જેટલું જ મહત્વનું છે. ગુણસ્થાનક, ગુણશ્રેણી, ગુણસંક્રમ, માર્ગણાસ્થાનક જીવ સ્થાનક અને કમ્મપયડી આદિના ભાંગાઓનું તથા ચૌદપૂરવના પદાર્થવિજ્ઞાનનું વિસ્તૃત્ત વિવરણ શાસ્ત્રોમાં મળે છે તેનો મૂળાધાર ગણિતાનુયોગ છે. જીવનવિકાસની જેટલી ઋદ્ધિ, સિદ્ધિ, અને સંપત્તિ આદિ સાધન સામગ્રી છે તે ગણિતના સિદ્ધાંત ઉ૫૨ જ નિર્ભર છે. ચૌદ પૂરવધર મુનિમહાત્માઓ સકળ પ્રત્યક્ષજ્ઞાન ન હોવા છતાં વસ્તુ સ્થિતિની કેવળી સદેશ પ્રરૂપણા કરે છે અને ચૌદ પૂર્વના વિસ્તૃત જ્ઞાનની પરાવર્તના એક અંતર્મુહૂર્તમાં કરે છે તેનો આધાર ગણિત જ છે અને આવા અલૌકિક ગણિતજ્ઞના મગજમાં ગણિતજ્ઞાનની આવી અનુપમ ક્ષયોપશમ શક્તિ પણ ગણિત ઉપર આધાર રાખે છે. સારાંશ કે આખું વિશ્વ દ્રવ્ય, ક્ષેત્ર કાલ અને ભાવના ગણિત ઉપર ચાલી રહ્યું છે. આથી જૈન દર્શનમાં સત્ય પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ સાપેક્ષ છે.એટલે જ જૈનદર્શનને સાપેક્ષવાદ, નયવાદ, સ્યાદ્વાદ કે અનેકાંતવાદને નામે પણ ઓળખવામાં આવે છે. આવી અપૂર્વ ગણિતબદ્ધ વિશ્વવ્યવસ્થા પ્રાણીમાત્રના જીવનવિકાસ માટે છે. એટલે આપણે માટે આપણા જીવનના વિકાસના પ્રત્યેક અંગમાં પણ ગણિતના આજ અકાટય સિદ્ધાંતનો આધાર અનિવાર્ય છે, માટે તેમાં પદ્ધતિસર પ્રવેશ કરવો પડશે. વ્યાવહારિક જીવનમાં પણ અનુક્રમ શૈલી અને પદ્ધિતનો ખ્યાલ ના રાખે તો ઘણા પ્રયત્ન પછી પણ જોઈએ તેટલી સફળતા પ્રાયઃ મળતી નથી. કોઈ એક વિદ્યાર્થી ધર્મ-ચિંતન ૦ ૪૭
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy