________________
બાર વર્ષ સુધી B.A.ના વર્ગમાં બેસે તોય તે પણ અભણ રહે છે. પણ જો તે ક્રમસર અભ્યાસ કરે તો સારો અભ્યાસી બની બાર વર્ષમાં ડીગ્રી મેળવી પ્રોફેસર બની શકે છે.
કેટલાંક ફળો અને ઔષિધઓ એવી છે કે જો આહાર પહેલાં લેવામાં આવે તો આંતરડાને નુકશાન કરે છે અને આહાર પછી લેવામાં આવે તો તે લાભદાયક બને છે. ઔષધોપચારમાં પણ ક્રમ અને શૈલીનો ખ્યાલ રાખવો પડે છે. એક દર્દી આંખના દર્દથી પીડાઈને વૈદ્ય પાસે જાય છે. વૈદ્ય તેને પેટ સાફ કરવાની એક પડીકી અને આંખમાં અંજન માટે સુરમાની પડીકી આપે છે, હવે જો તે દર્દી સુરમાની પડીકી ખાઈ જાય અને પેટ સાફ કરવાની પડીકી આંખમાં આંજી દે તો આખી આંખ અને પેટ બન્નેને નુકશાન થાય છે. કારણ કે દવાના ક્રમમાં તેણે ભૂલ કરી છે.
ચાણક્ય અને ચંદ્રગુપ્ત જંગલમાં ભમે છે, ભૂખ સખત લાગી છે. જંગલમાં એક વૃદ્ધાની ઝુંપડીએ જાય છે. ડોસી તેમને ખાવા માટે ખીચડી આપે છે. બન્ને ભૂખ્યા હોવાથી ખીચડી ખાવા માટે ઉતાવળથી વચ્ચે હાથ નાંખે છે અને દાઝે છે,. ડોસી કહે છે કે તમે પણ ચંદ્રગુપ્ત અને ચાણક્ય જેવા મૂર્ખ લાગો છો, કારણ કે તેમણે પ્રથમ આજુબાજુનો પ્રદેશ જીતવાને બદલે સીધો રાજધાની ઉપર હુમલો કર્યો અને હાર ખાઈને ભાગવું પડ્યું. ક્રમ એવો છે કે પહેલાં આજુબાજુનો પ્રદેશ તાબે કરીને પછી રાજધાની ઉ૫૨ હુમલો કરવો જોઈએ. ખીચડી ખાવામાં પણ પ્રથમ આજુબાજુથી ખાવાનો ક્રમ જાળવવો જોઈએ. આ રીતે તેઓએ ડોસી પાસેથી ક્રમનું જ્ઞાન મેળવ્યું અને મહામૌર્ય
સામ્રાજ્યના સ્વામી બન્યા.
આજ રીતે આપણે માટે સર્વોપરિ ધર્મ સામ્રાજ્યની સિદ્ધિમાં પણ પદ્ધતિ અથવા શૈલીનું અનુસરણ કરવું આવશ્યક છે. એક મહાન ચિંતક અને તત્ત્વજ્ઞ સાથે વિચાર વિનિમય કરતાં સાગરને ગાગરમાં સમાવી દે, એવા શબ્દોમાં કહ્યું કે જો દાસોડહંમાં
રહેલ રહસ્યને સારી રીતે સમજી લે તો સાધના સરળતાથી સિદ્ધિ આપનારી બની શકે છે. દાસોડહંમાં ત્રણ ભૂમિકાઓ છે. (૧) દાસોઽહં (૨) સોડહં (૩) અહં
બાલ અવસ્થા, તરુણ અવસ્થા, અને વૃદ્ધાવસ્થા. એ એક જ જીવનની ત્રણ અવસ્થાઓ છે અને તેનો પ્રાદુર્ભાવ કાલલબ્ધિ અનુસાર થાય છે. તેવી રીતે આત્મવિકાસની આ ત્રણે ભૂમિકાઓ ક્રમસર પ્રગટ થતી જશે. એકને છોડીને બીજીને પકડવી તે વિકાસક્રમના પથમાં પત્થર નાંખવા જેવું છે અને પછી તેની ઠોકર પણ ખાવી જ પડે છે. ગુણસ્થાનક અનુસાર વિકાસક્રમ ત્રણ ભાગમાં વિભાજિત કરી શકાય છે. ૧થી ૬ ગુણસ્થાનક સુધી પ્રમત્ત, ૭થી ૧૦ સુધી અપ્રમત્ત અને ૧૧થી ૧૪ સુધી વીતરાગ.
પ્રમત્તમાં વિકાસ સાધવા માટે દાસોઽહંની સાધના મુખ્ય છે. અપ્રમત્તમાં ૪૮૦ ધર્મ-ચિંતન