________________
સોડની સાધના હોય છે અને વીતરાગત્વમાં અહંની ઉપાસના છે.
• ક્રમ છોડવાથી જેમ સુતરનો દડો આખોયે અસ્તવ્યસ્ત થઈ જાય છે અને તેમાં 'ગાંઠો પડી જાય છે તેવી જ રીતે આત્મવિકાસની પદ્ધતિ અથવા ક્રમનો જો ખ્યાલ ન રહે તો કાં નાસીપાસ થવાય કાં માર્ગમાં અટવાઈ પડાય.
- દાસોડહંમાં પુરુષાર્થ કરતાં દાસત્વ ભાવની પ્રધાનતા હોય છે. સોડહંમાં ભાવ કરતાં પુરુષાર્થની પ્રધાનતા હોય છે અને અહમાં ભાવ કરતાં સ્વભાવની પ્રધાનતા મુખ્ય હોય છે.
જેમ બાલ્યકાળમાં વડીલોનો આધાર, તરુણ અવસ્થામાં સ્વયંબળનો આધાર અને વૃદ્ધાવસ્થામાં સમતાનો આધાર જીવનને સુખી બનાવે છે, તેમ આ પંચમકાળમાં પ્રમાદનું જોર પ્રબળ હોવાથી, સંઘયણ બળ અત્યંત અલ્પ હોવાથી, બુદ્ધિ વિષય અને કષાયોમાં અટવાઈ ગયેલી હોવાથી તથા સ્વ-સામર્થ્યની નબળાઈ હોવાથી દાસોડહંથી જ સાધન સુલભ બની શકશે. અન્ય દર્શનકારોએ પણ કલિયુગમાં ભક્તિયોગને પ્રધાન માનેલ છે. આજે અનેક ભક્તોના જીવનચરિત્રો આપણી સામે છે અને તે વાંચવાથી સમજાય છે કે તેઓને ભક્તિમાં શક્તિનો સાક્ષાત્કાર થયેલો છે. આપણે ત્યાં પણ દાસોડહં ભાવનાને શ્રેષ્ઠ માનેલ છે. એમ સાહિત્ય જોતાં લાગે છે અને એટલા જ માટે શાસ્ત્રોમાં નમસ્કાર મહામંત્રનો મહિમા આટલો બધો ગવાયેલ છે. ઘણા અજ્ઞાની, મૂઢ અને પાપી મનુષ્યો આ નવકારમંત્રની આદરપૂર્વક આરાધના કરીને વિકાસના પથ ઉપર ચઢેલ છે. આ મહામંત્રને કલ્પવૃક્ષ, કામકુંભ, કામધેનુ અને ચિંતામણિરત્ન કરતાં અત્યંત પ્રાભાવિક માનવામાં આવેલ છે. તત્ત્વાનુશાસનના કર્તાએ નમસ્કાર મહામંત્રને પરમસ્વાધ્યાય કહ્યો છે. નમસ્કારનો ભાવ એ દાસોડહંભાવનો પાયો છે. કોઈપણ કઠણ ધાતુ ઉપર ઘાટ ઘડવો હોય, તો તેને પ્રથમ નરમ બનાવવી પડે છે. પછી જ તેની ઉપર સારી કારીગરી થઈ શકે છે. માટે વજથી પણ કઠીણ એવા આ મનઃ (ને) નમ: માં પરિવર્તીત કરવા માટે દાસોડહં ભાવ નિતાંત જરૂરી છે. આ નમસ્કાર મહામંત્ર કેવળ ચૌદપૂર્વનો સારમાત્ર જ નહિ પણ ચૌદરાજલોકનો મૂલાધાર (Fulcrum) છે, એટલે જ તત્ત્વજ્ઞાન કથન છે.
जिण सासणस्ससारो, चउदस पुव्वाण जो समुद्धारो ।
जस्स मणे नवकारो संसारो तस्स किं कुणई ॥१॥ જીવનને નમસ્કારમય બનાવી વારંવાર તેની રઢ લગાવવી પડશે. ચંદન સ્વભાવસિદ્ધ શીતલ હોવા છતાં રગડવાથી ઉષ્ણ બની જાય છે અને તેમાંથી અગ્નિ પ્રગટ થાય છે, એવી રીતે, જે મનને આપણે દુરારાધ્ય માનીએ છીએ તે મનમાં નમસ્કાર મહામંત્રના નમ:ના રટણથી પરિવર્તન થઈ શકે છે. અધ્યાત્મયોગી
ધર્મ-ચિંતન - ૪૯