SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદધનજી મહારાજ સાહેબ કહે છે કે, મન સાધ્યું તેણે સઘળું સાધ્યું. મનુસ્મૃતિમાં કહ્યું છે કે “મન પર્વ મનુષ્ઠાણાં કારણં વધુ મોક્ષયોઃ" ભર્તુહરી કહે છે કે : “મનસિ ૨ પતુિષ્ટ એ અર્થવાન એ દ્રિઃ” કવિઓ કહે છે કે “મનકે હારે હાર. મનકે જીતે જીત.” આવા આ મનનો કાય પલ્ટો નમ:થી જ શક્ય છે. બધા દાર્શનિકો ચિંતકો અને વિચારકોનો એક જ નિર્ણય છે કે મનની દિશામાં પલ્ટો થયો કે બધી ઋદ્ધિઓ અને સિદ્ધિઓ હસ્તામલકવત્ બની જાય છે, મનની દિશા પટલાવવા માટે પરમેષ્ઠિ મહામંત્રના પદો પ્રત્યે પરમ પ્રીતિ, પરમ ભક્તિ અને સમર્પણ વૃત્તિ ઉપર ખૂબ જ ભાર મૂકવો પડશે. આપણી સર્વે પરિક્રિયા કાયોત્સર્ગની છે. તેની આરાધનામાં પણ વારંવાર વંદણવત્તિયાએ, પુઅણવત્તિયાએ, સક્કારવત્તિયાએ સમ્માણવત્તિયાએ જેવા પરસ્પર ભક્તિપૂર્ણ વેગદાયક શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. એટલે પૂજ્ય તત્ત્વના સ્મરણ, ચિંતન, રટણ, પૂજન, વંદનમાં, સન્માન અને બહુમાનના ઉલ્લાસનો પ્રવાહ પ્રગટ કરવો પડશે. અરિહંત પદને નમવાથી, પૂજવાથી, વંદન કરવાથી સર્વ પાપનો નાશ થાય છે. પુણ્યાનુબંધી પુણ્યની વૃદ્ધિ થાય છે. રત્નત્રયની સિદ્ધિ થાય છે, નિકાચિત કર્મો પણ નિર્બળ બની જાય છે. આમ બનવું તે સ્વભાવ સિદ્ધ છે. અરિહંત પંચપરમેષ્ઠિમય છે અને બીજાં પદો તેની પૂર્વોત્તર અવસ્થાના પ્રતીક છે. સારી શક્તિઓ અને સિદ્ધિઓનું આ એક પદમાંથી વિશ્લેષણ થઈ શકે છે એટલે જ શાસ્ત્રકારો પણ એ જ બતાવે છે કે, કોઈ પણ સિદ્ધિ, સંપત્તિ, ઐશ્વર્ય, લબ્ધિ કે ઋદ્ધિ સરલતાથી મેળવવા માટે અરિહંતપદને કેન્દ્રમાં રાખવું જ પડશે. અરિહંતપદને ધ્વનિના સાથે જ અંતઃકરણમાં એવો પડઘો ઉઠવો જોઈએ કે પ્રાણી માત્રના પૂજનીય, સુરેન્દ્રોના સેવનીય, દેવેન્દ્રોના દર્શનીય, યોગીન્દ્રોના આદરણીય, મુનીન્દ્રોના માનનીય અને નરેન્દ્રોના નમસ્કરણીય, જેવા સર્વોત્કૃષ્ટ અને સાર્વભોમિકા ચકાધીશ્વર કે સર્વેશ્વર આપ જ છો. આપ મારા સ્વામી છો, હું આપનો સેવક છું. આપ મારા દેવ છો, હું આપનો દાસ છું, આપ મારા પ્રભુ છો, હું આપના પગની રજ છું. આવા પ્રકારનો સ્વામી-સેવકભાવનો ગાઢ સંબંધ જોડવાથી અનુભવજ્ઞાનના અંતર-પડલ ખુલ્યા સિવાય રહેશે નહિ, અને અનુભવજ્ઞાન એ આગમનું પણ આગમ છે. શાસ્ત્રોમાં અનુભવ આગમના ઘણા ગુણગાન વાંચવામાં આવે છે. સ્વયં ઉપાધ્યાયજી મહારાજ સાહેબ શ્રીયશોવિજયજી શ્રી શ્રીપાલના રાસમા અનુભવ જ્ઞાનની મુક્તકંઠે પ્રશંસા કરે છે. સર્વ સમર્પણ ભાવથી (Complete surrender) આ પ્રમાણે અરિહંતના ધ્યાનનો અભ્યાસ વધારવો જોઈએ. આપણી સર્વોત્કૃષ્ટક્રિયા જે કાયોત્સર્ગની છે, તેનું અનન્યકારણ ધ્યાન છે, અથવા તો શુક્લધ્યાનનો ચોથો પાયો તે ૫૦૦ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy