________________
જ ઉત્કૃષ્ટ કાયોત્સર્ગ છે. આથી ધ્યાન અને કાયોત્સર્ગ અભિન્ન છે એમ પણ કહી શકાય. સારાંશ કે સર્વક્રિયામાં ધ્યાનની ક્રિયા સર્વોત્તમ છે જેટલા જીવો મોક્ષે ગયા છે, જાય છે અને જશે તે બધો ધ્યાનનો જ પ્રભાવ છે. પરમ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ તો ત્યાં સુધી કહે છે કે, હે પ્રભુ તારું ધ્યાન એ જ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સભ્યશ્ચારિત્ર છે. આવા ઉત્તમ ધ્યાનથી જ દાસોઽહં મટી સોડહં અને પછી ધ્યેય ધ્યાતા અને ધ્યાનની એકતારૂપ અહંભાવ એટલે કૈવલ્યપદની પ્રાપ્તિ થાય છે. દાસત્વ ભાવનો અભ્યાસ જેમ જેમ વધતો જશે તેમ તેમ વીર્યોલ્લાસ પ્રગટ થતો જશે અને વીર્યોલ્લાસ વધતાંની સાથે જ અપ્રમત્ત ભાવના અધ્યવસાય સ્થાનકો પ્રગટ થતાં જશે. છેવટે ક્ષપકશ્રેણી ઉપર આત્મા આરૂઢ થશે ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થયેલ આત્માની શક્તિ માટે શાસ્ત્રકારો તો ત્યાં સુધી કહે છે કે જો કર્મવિજ્ઞાન અનુસાર એક આત્માને લાગેલ કર્મસ્કંધોનું અન્ય આત્મામાં સંક્રમણ થઈ શકે તેવું (Cosmic order) વિશ્વવિધાન હોત અથવા તેવી વસ્તુસ્થિતિ હોત તો ક્ષપકશ્રેણી આરૂઢ આત્મા ચૌદ૨ાજલોકના સમસ્ત જીવોને કર્મ મુક્ત કરી પરમ મહોદયપદની પ્રાપ્તિ કરાવવા સમર્થ છે. આવી સ્થિતિ દાસોડહંના ક્રમમાંથી ‘દા' શબ્દને ઉડાડીને સોડહં ભાવમાં આવેલ આત્માની હોય છે અને પછી સોડહંના સો ને પણ છોડી તેનાથી પણ પર, શુદ્ધ વીતરાગ દશામાં અહં એવો સન્નિવાનંવ વિજ્ઞાનધનમય એક કૈવલ્યભાવ જ રહે છે. આ સ્થિતિમાં દેવ, ગુરુ, અને ધર્મની અલગ માન્યતા વિકલ્પ બની જાય છે. પોતાનો આત્મા જ સ્વયં દેવ, ગુરુ અને ધર્મરૂપ બની જાય છે. અહીં પોતાનો સ્વભાવ એ જ ધર્મ છે. વત્યુ સહાવો ધમ્મો પોતાનું જ્ઞાન એ જ ગુરુ છે અને સ્વયં આત્મા પોતે જ દેવ છે. જ્યારે આ સ્થિતિ પ્રગટ થાય છે, ત્યારે જ તે બીજાના હિત કે અહિતનો કર્તા નથી અને અન્ય દ્વારા તેનું હિત કે અહિત થતું નથી.
આ બ્રહ્માંડના મહાશાસનનું સંચાલન ઉત્પાદ, વ્યય, ધ્રુવના ધ્રુવ (Etemal Law) નિયમ ઉ૫૨, જેની અંદર સમયે સમયે ષદ્ગુણ હાનિ વૃદ્ધિ થઈ રહી છે, તેવા ષદ્રવ્યથી વ્યવસ્થિત રૂપે (Systematically) ચાલી રહ્યું છે. અહીં કોઈ નથી સ્થિર કે કોઈ નથી અસ્થિર, નથી નવું કે નથી જુનું, નથી કારણ કે નથી કાર્ય, શુદ્ધ અહંની દશામાં આવો અપૂર્વ અનુભવ થાય છે. આ દશામાં આત્મા જ્ઞેયોના જ્ઞાનનો જ શાતા દષ્ટા બની જાય છે. આજે પદ્ધતિસર અથવા શૈલીબદ્ધ ઉપાસનાક્રમનું કેટલીયે જગ્યાએ પ્રાયઃ ઉલ્લંઘન થઈ રહ્યું છે અને તેને બદલે સોડહં અને અહંનું પોષણ થઈ રહ્યું છે. આ ખરેખર પાપ છે. કારણ કે ઉન્માદનું પોષણ થાય છે. પ્રમાદ અને ઉન્માદ એ બન્ને બંધુ છે. જેનાથી જીવ ચારે ગતિમાં રખડે છે. મને તો લાગે છે કે તેઓ પોતાના મિથ્યા સોડહં અને અહં ભાવમાં મેરુને માથાથી તોડવા ઇચ્છતા હાથી જેવો પ્રયત્ન કરી રહ્યા છે અથવા જંગલમાં લાગેલ મહાદાવાનળને ઘડા પાણીથી બુઝાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે યા પવનના પ્રચંડ ધર્મ-ચિંતન - ૫૧