SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ વેગને હથેળીથી રોકવા પ્રયત્ન કરી રહ્યા છે. દાસોડહંના ક્રમને ત્યજીને પ્રવૃત્તિ કરવામાં આવે છે તે એક એવો પ્રયત્ન છે કે જેમાં મહાપ્રયત્ન સોનીએ ઘડેલા ઘાટને લુહાર ઘણના એક જ ઘાથી એક મિનિટમાં તોડી નાંખે છે અથવા તો એક ચિત્રકારે ઘણા દિવસોની મહેનતથી તૈયાર કરેલ એક સુંદર ચિત્રના ઉંદર એક જ રાતમાં ચીંથરા કરી નાંખે છે યા ઘણા પ્રયત્નોથી ખેડૂતે ગોઠવેલી ઘાસની ગંજીને નાના બાળકની એક જ ચીનગારી બાળીને રાખ કરી નાંખે છે. તેવી જ . રીતે ઉન્માદ અને પ્રમાદનો એક જ વેગ આપણી ઘણા દિવસની મહેનત સાફ કરી નાંખે છે. સારાંશ કે આ કાળમાં છઠ્ઠા ગુણસ્થાનક સુધીના આત્માઓ માટે મારી અલ્પમતિ અનુસાર દાસોડાંની ઉપાસના સર્વોત્તમ ઉપાસના છે. આજે ધાર્મિક ક્રિયાઓ અને અનુષ્ઠાનોની પ્રવૃત્તિઓ બહુ જોશથી ચાલી રહી છે. છતાં પણ એની અસર જીવનમાં જોઈએ તેવા પ્રમાણમાં જોવામાં ન આવવાથી આજનો પોતાને સુધારક માનનારો વર્ગ ધર્મથી વિમુખ બનતો જાય છે અને બીજી તરફથી ધર્મ નિરપેક્ષ ભ્રાંત શાસન પદ્ધતિઓ એમને ઉત્તેજન આપી આર્યત્વનો અંત લાવવા તથા આસ્તિકતાને ડુબાડવાને પ્રોત્સાહન આપી રહી છે. એટલે આપણે શીધ્ર જાગ્રત બનવું જ પડશે અને તેના મૂળ પાયારૂપ દાસોડહં ભાવથી પરમેષ્ઠિમહામંત્રની ઉપાસના કરવી પડશે. જેમ વૈદકશાસ્ત્રમાં ત્રિફલાં અથવા શીતોપલાદિ ચૂર્ણ જેવી ઔષધિઓ સર્વકાળ અને સર્વક્ષેત્ર માટે તથા સર્વ અવસ્થાના રોગીઓ માટે હિતકારી મનાયેલ છે. તેવી જ રીતે આ નમસ્કાર મહામંત્રનું દાસોડહં ભાવથી ચિંતન, મનન, પરિશીલન અને નિદિધ્યાસન જીવનશુદ્ધિનું સર્વોત્તમ ઔષધ છે. ખરેખર એ આ જીવનની સર્વાગ સુંદર ઔષધિ છે. એટલે જ પૂર્વમહર્ષિએ કહ્યું છે : मन्त्रं संसार सारं त्रिजगदनुपमं सर्व पापारि मन्त्रं, संसारोच्छेद मंत्रं विषयविषहरं कर्म निर्मूल मन्त्रम् । मन्त्रं सिद्धि प्रदानं शिवसुख जननं केवल-ज्ञान मन्त्रं, मन्त्रं श्री जैन मन्त्रं जप जप जपितं जन्म निर्वाण मन्त्रम् ॥ ખાસ ધ્યાનમાં રાખવાનું એટલું જ છે કે ઔષધોપચારમાં વૈદ્યના અનુશાસનનું પાલન અને પથ્યનું સેવન નીતાંત આવશ્યક હોય છે. તેમ અહીં પાપભીરૂપણું એ અરિહંત પરમાત્માનું અનુશાસન છે.એટલે કે અનાદિ અસદુ અભ્યાસવૃત્તિથી વિકસેલા વિષય કષાયોના વેગથી વિમુખ વૃત્તિ કેળવવા અને અનાત્મભાવરૂપ આહાર આદિ અનાદિ સંજ્ઞાઓના ત્યાગ માટે અલ્પાહારિ તથા રસ પરિત્યાગી બનીને સત્ત્વશાળી જીવન જીવવા પ્રયત્નશીલ બનવું પડશે. દાસોડાંની સાર્થકતા એમાં જ છે કે સ્વામિની આજ્ઞાને શીરોધાર્ય કરી અને પરિપૂર્ણ રીતે પાળવા સતત પ્રયત્નશીલ બનવું, પણ એની પર ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy