________________
આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનું ધ્યેય સ્વપ્ને પણ ન રાખવું જોઈએ. આવી રીતે અનુશાસન, અનુપાન અને પથ્યપૂર્વક દાસોઽહંની ભક્તિ ભાવવાથી શક્તિનો (Relization) સ્વાભાવ થયા વિના રહેતો નથી. જે કોઈ દર્શનોમાં સોહં ભાવને પ્રધાન સ્થાન આપવામાં આવ્યું છે તે પ્રશંસાપાત્ર છે. પણ એ દાસોડાં ભાવ પાછળ દંભ અને દુરાચારને સ્થાન ન મળવું જોઈએ એની કાળજી વિનાની સાધનામાં સિદ્ધિનો અસંભવ થઈ જાય છે અને દાસોડહં ભાવ પણ જગતને દંભરૂપે ભાસે છે. સરકારી હૉસ્પિટલમાં ભરતી થનાર રોગી જેમ ત્યાંની શીસ્તના પાલનમાં લક્ષ્ય આપી સાથે સાથે અનુપાન અને પથ્યમાં સાવધાની રાખે તો જ થોડા દિવસમાં રોગમુક્ત બની શકે છે. અનુશાસન આદિનો ભંગ કરનાર સ્વછંદી દર્દીઓ વર્ષો સુધી ત્યાં સડ્યા કરે તો પણ કોઈ લાભ પ્રાપ્ત કરતા નથી. જપમાં કેટલાકને પ્રગતિ દેખાતી નથી તેનું કારણ એ છે કે તેઓ અહિંસા, સંયમ અને તપરૂપ જીવનશુદ્ધિનું સાધ્ય સામે રાખતા નથી. જીવન શુદ્ધિના સાધ્ય વિનાનો જપ વાસ્તવિક લાભ આપી શકતો નથી. આથી જીવનશુદ્ધિનું સાધ્ય સામે રાખીને જપમાં પ્રગતિ સધાય તો પોતાની અનાદિકાળની દુર્વાસનાઓ, ભવભ્રમણની સંજ્ઞાઓ અને અનાત્મભાવની અસદ્ અભ્યાસ વૃત્તિઓ જપ દ્વારા જલ્દીથી જીતી શકાય છે. જે કેવળ પુરુષાર્થથી આ કાળમાં કઠીન છે. જીવન શુદ્ધિના સાધ્યને નજર સમક્ષ રાખીને સાંસારિક બાધાઓથી ઉત્પન્ન થતા આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને દૂર કરી ધર્મધ્યાનમાં સ્થિર થવા માટે પારમાર્થિક સંકલ્પ દ્વારા જપ કરવામાં આવે તો વિઘ્નોનો વિજય કરી શાશ્વતપદ પ્રાપ્ત કરી શકાય છે. પણ કલ્યાણકામના વગરની કેવળ આધિભૌતિક અને આધિદૈવિક · વાસનાઓના પોષણ માટે જપના બળનો પ્રયોગ કરવામાં આવે તો તે મોટી ભૂલ છે. કોઈ સમ્રાટે આપેલ હાથીની અંબાડી ગધેડા ઉપર ચઢાવવા જેવું છે તથા ચિંતામણી રત્નથી કાગ ઉડાડવા જેવું છે. એટલે આવા અસંગત ઉપયોગથી દુર્લભ બોધીપણું પ્રાપ્ત થાય છે તથા સંસાર ભ્રમણ વધે છે.
નમસ્કાર મહામંત્રનો મૌલિક ઉદ્દેશ નિર્વદ્ય, નિષ્પાપ, નિર્દોષ, નિરંતરશુદ્ધ અને સ્વપર નિરાબાધ સિદ્ધપદની પ્રાપ્તિ માટે છે. કેવળ ભવવાસનાઓ વધારવા માટે તેનો ઉપયોગ કરવો એ આજ્ઞાભંગનો ભયંકર દોષ છે અને તેવા સાધકો દાસોઽહં ભાવનો દંભ સેવે છે અને ભગવાનની સાચી આજ્ઞાથી લાખો માઈલ દૂર ગયેલ છે. દાસોઽહં ભાવમાં જપની સાથે આજ્ઞાનું બહુમાન એ મુખ્ય વસ્તુ છે. જપની સાથે જેટલી શ્રદ્ધા, સમર્પણ અને ભક્તિ સધાય તેટલી જ વધારે દર્શનશુદ્ધિની સિદ્ધિ મળશે.
ધર્મ-ચિંતન ૦ ૫૩