SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શનશુદ્ધિની ભૂમિકા ‘ભક્તિ’-૨ (ત્રિભુવનદિવાકર શ્રીઅરિહંત પરમાત્માની ભક્તિનો હૃદયસ્પર્શી પ્રવાહ આ લેખમાં વહી રહ્યો છે. શ્રીનવકારશિખરવર્તી શ્રીઅરિહંત પરમાત્માની ભક્તિ જાગે એટલે આત્મપ્રદેશમાં ક્યાંય આશક્તિ ઊભી ન રહી શકે એ વગેરે ઘણી ઉપકારક હકીકત આ લેખમાં ઝળહળે છે. સં.) દર્શનશુદ્ધિ વિનાનો એક જન્મ નહિ, પરંતુ અનંતાનંત જન્મજન્માંતરોની ભવયાત્રા પણ નિષ્ફળ ગણાય છે. શાસ્ત્રકારો દર્શનશુદ્ધિ વિનાના જીવનને ઘાણીના બળદની ઉપમા આપે છે. ઘાણીનો બળદ ગમે તેટલો ઉતાવળો ચાલે તો પણ ત્યાંને ત્યાં જ, પોતાના કુંડાળામાં જ ભમે છે. સંસારમાં ગમે તેટલી સિદ્ધિ-સંપત્તિ મેળવે અથવા ઉગ્રમાં ઉગ્ર તપ-જપ-અનુષ્ઠાન કરે અને ત્યાગવૈરાગ્ય તથા જ્ઞાન-ધ્યાનમાં પોતાનો સમય ગાળે છતાં દર્શનશુદ્ધિ વિના તેની એકડા વગરના મીંડા જેટલી કિંમત ગણાય છે. માટે તત્ત્વગવેષકોએ સહુથી પહેલાં દર્શનશુદ્ધિનો માર્ગ શોધવો જોઈએ. દર્શનશુદ્ધિની અપૂર્વ અને અનુપમ શક્તિ બાબત કોઈ પણ સ્થળે બે મત નથી, પણ પ્રશ્ન એ છે કે પારસથી લોખંડ સોનું થાય છે, પણ પારસ કેમ મેળવવો ? એ જ દુષ્કર છે. તેવી જ રીતે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કેમ કરવી ? વ્યવહારમાં જેમ દીકરો હોય તો જ વહુ એવી તેવી જ રીતે અનુભવી પુરુષો એક અવાજે કહી રહ્યા છે કે : ભક્તિ એક એવી શક્તિ છે કે તેના પ્રભાવે દર્શનશુદ્ધિ તો શું પણ એની મોટી બહેન સિદ્ધિ પણ કંકુની સાથે ફૂલનો હાર લઈ તમારી સામે આવે છે. મહામહોપાધ્યાયજી ફરમાવે છે કે— सारमेतन्मयालब्धं श्रुताब्धेरवगाहनात् । भक्तिर्भागवती बीजं परमानंदसंपदाम् ॥१॥ અર્થ—આટલા આગમશાસ્રોનું મંથન કર્યા બાદ અમૃતરૂપે કોઈ પણ સારભૂત વસ્તુ મને મળી હોય તો તે ભગવંતની ભક્તિ જ છે. “ભક્તિ એ ભ્રાન્તિ નથી પણ જીવન વિકાસની સાચી ક્રાન્તિ છે.” ભક્તિ જીવન વિકાસ માટે આવશ્યક કહેવા કરતાં અનિવાર્ય કહેવી વિશેષ ઉપયુક્ત છે. ભક્તિ એટલે ગુણ-ગુણીજન અને ગુણીપદ એ ત્રણે ઉ૫૨ સમ્યક્ પ્રકારે રાગ અને તેમાં પ્રગતિશીલ બનવા માટે સદાપૂજા-સત્કાર, વિનય-વૈયાવચ્ચ, સેવા-શુશ્રૂષાની વૃત્તિ, એ કેળવવા માટે શ્રીવીતરાગ પરમાત્માના મહાશાસનમાં શ્રીનવકારમંત્ર ઉપદેશ્યો છે. તેમાં પાંચપદોની પદ્ધતિસર ગોઠવણ છે. તેમાં સહુથી પહેલાં અરિહંત મહાપદની ભક્તિ ૫૪ ૦ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy