SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક જ નહિ પણ અનિવાર્ય છે. જેમ હાથીના પગલામાં બધાં પગલાંનો સમાવેશ છે, તેવી જ રીતે એ અલૌકિક અને અગ્રેસરપદની ભક્તિમાં બધા ગુણ-ગુણી અને ગુણીપદની સમ્યક્ પ્રકારે ભક્તિ થઈ જાય છે. ભક્તિના પથમાં પ્રવેશ ક્રમિકપદની પૂજાથી કરવો વિશેષ હિતકર છે. તેના પ્રભાવે ધીરે ધીરે પોતાની મેળે ગુણ-ગુણીપૂજાનો વિવેક વધતો જાય છે. તેથી કરીને પદોનાં મંડળરૂપ નવકારમહામંત્રનું અર્હદર્શનમાં આદર્શસ્થાન મનાય છે. આવા સુગ્રથિત અક્ષરોના સમૂહ એવં ચક્રને આગમ-શાસ્ત્રોમાં શ્રીપંચમંગળ મહાશ્રુતસ્કંધ નામથી સંબોધિત કરેલો છે. શ્રીનમસ્કાર મહામંત્રને ‘ધર્મચ' કહેવું એ પણ અત્યુક્તિવાળું લાગતું નથી. ચક્રવર્તી છ ખંડની ઋદ્ધિની સાધના ચક્રની સહાય વડે સુલભતાથી કરે છે, તેવી જ રીતે શ્રીનમસ્કાર મહામંત્રરૂપ ધર્મચક્રની સહાયથી સહજ ચૌદભુવનની રિદ્ધિ સ્વામી અને લોકવિજયી બની શકાય છે. શ્રીનમસ્કાર મહામંત્રમાં અપૂર્વ માહાત્મ્ય ગણવાનું પ્રધાન કારણ તેની પદપ્રધાનતા છે અર્થાત્ તેની ઉપાસનામાં પદો પૂજાય છે પણ વ્યક્તિઓ નહિ. ત્યારે જગતના ઘણાખરા ઇષ્ટમંત્રોમાં વ્યક્તિની પૂજા છે અને વ્યક્તિ તો સમષ્ટિરૂપી મહાસાગરનું બિંદુ છે. જેવી રીતે ગંગા, સિંધુ આદિ સકળ જળસમૂહનો સમાવેશ સાગરમાં સ્વાભાવિક રીતે થઈ જાય છે, તેવી રીતે નમસ્કાર મહામંત્રની આરાધનામાં ત્રિલોક અને ત્રિકાળના સકલ ગુણ-ગુણીઓની આરાધના આવી જાય છે એટલી એની આરાધનાનું અનંતફળ શાસ્ત્રોમાં દર્શાવેલ છે. કહ્યું છે કે— अपुव्वो कप्पतरु चिन्तामणि कामकुंभ कामगवी । जो झायइ सयलकालं, सो पावइ सिवसुहं विउलं ॥ १ ॥ કલ્પવૃક્ષ, કામકુંભ, કામધેનુ અને ચિંતામણી રત્ન કરતાં પણ આ મંત્ર ઘણા ઘણા પ્રભાવવાળો મનાય છે. નવકારના પાંચ પદોમાં પણ પરમોત્કૃષ્ટ આરાધના શ્રીઅરિહંતપદની છે. કારણ કે સકલ ગુણ-ગુણીપદોના વિધાયક કહો કે આખા સિદ્ધચક્રમંડળના સર્જનહાર કહો તે અરિહંતપદ પર અધિષ્ઠિત થયેલા શ્રીતીર્થંકર પ્રભુ જ છે. તેઓ જ ધર્મસંસ્થાપક, ધર્માધીશ્વર, અને ધર્મચક્રવર્તી છે. એટલે તે મહાપદ સકલ દેવદેવેન્દ્રોનું અને સકળજીવોનું સર્વેશ્વ૨પદ છે, માટે સહુથી પ્રથમ આપણે અરિહંતપ્રભુની પ્રધાન ભક્તિ કરતાં શીખવું જોઈએ, એવી રીતે પદપૂજામાં પણ ક્રમ છોડનારા, વ્યવહાર છોડીને નિશ્ચયમાં ચઢનારા, ઘણા નીચે પડતા દેખાય છે. પાંચ પદોમાં માતાના જેવું કામ કરનાર અરિહંતપદ જ છે. માતા જેમ ખાવાનું બનાવે છે અને મુખમાં હાથ મૂકી ધર્મ-ચિંતન ૦ ૫૫
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy