________________
ધર્મમહાસત્તા-૧ શ્રીકાન્તિલાલ મોહનલાલ પારેખ
(ખળખળ વહેતા નિર્મળ ઝરણા શા આ લેખમાં કયારેય અશુભના પક્ષમાં ન રહેવાનું અનુપમ સંગીત સંભળાય છે. જીવમાત્રના કલ્યાણને-શુભને ભાવ આપવાની શ્રીજિનેશ્વર ભગવાનની આજ્ઞા ફૂલની સુગંધની માફક આ લેખને સુરભિત કરી રહી છે. ધર્મની અચિંત્ય શક્તિની બિરદાવલી સરખો આ લેખ આપણા હૈયાને જરૂર ભીંજવશે. સં.) અશુભનું બળ સદાય અધૂરું - (Force of Evil always weaker)
વિશ્વમાં આપણે એક એવી શક્તિ તો સ્વીકારવી જ પડે છે કે જે નિત્ય જગતના જીવોનું હિત કરી રહી હોય.
આ શક્તિને શાસ્ત્રકારો “ધર્મ” તરીકે સંબોધે છે.
આપણે ન ભૂલીએ કે ધર્મ એક શક્તિ છે, માત્ર કલ્પના (Imaginary Concept) નથી..
ધર્મ શું છે ? ધર્મની મહાસત્તા શું છે ? કોના વડે છે ? શાથી છે ?
ધર્મ મહાસત્તાની પ્રરૂપણા કરનાર કોણ છે? ધર્મ મહાસત્તા શી રીતે ઓળખાય? તેનો પરિચય કેમ પામી શકાય?
શું વિશ્વની વ્યવસ્થામાં ધર્મમહાસત્તાનું કંઈપણ વર્ચસ્વ છે? જો હોય તો કેટલું છે? કેવા પ્રકારનું છે? કઈ રીતે છે?
જો ધર્મમહાસત્તા કોઈ સક્રિય શક્તિ (Positive Power) હોય તો પ્રત્યેક આરાધક તેનો લાભ શી રીતે મેળવી શકે ?
મુમુક્ષુ માટે આ સર્વે પ્રશ્નો અવશ્ય વિચારણીય છે.
અનાદિકાળથી જગતમાં આસુરી સંપત્તિ અને દૈવી સંપત્તિ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. (Tug of war between Evil and Good) તેમાં દૈવી સંપત્તિનો વિજય થાય છે અને આસુરી સંપત્તિનો પરાજય થાય છે. આ પ્રમાણે થવાનું કંઈક કારણ તો હોવું જ જોઈએ.
જગતના જીવોનું હિત ચિંતવનારા સપુરષો જેમ વિશ્વમાં મળી આવે છે, તેમ અહિત ચિંતવનારા દુષ્ટ પુરુષો પણ મળી આવે છે.
દુષ્ટો અહિત ચિંતવે છતાં બધાનું અહિત થતું નથી. એટલું જ નહિ પણ વધારેમાં વધારે છ મહિનામાં સંસારથી એક આત્મા તો સકલ કર્મના બંધનથી છૂટીને મોક્ષ પામે જ છે.
ધર્મ-ચિંતન ૭૧