SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ વધારે. અનુપમ આરાધના પુણ્યાનુબંધી પુણ્ય વડલા જેવું હોય છે. એ વધતું જાય તેમ તેમ આસપાસના અનેક જીવોની અશાતા ઘટાડે, શાતા નથી. એવું ઊંચું પુણ્ય બંધાય ક્યારે ? ઊંચા ભાવપૂર્વકની આરાધનાના અનુપમ પ્રભાવે એવું ઊંચું પુણ્ય બંધાય છે. ઊંચા ભાવપૂર્વકની આરાધના એટલે શું ? ઊંચા ભાવને આવરીને રહેલા સહજમળના હ્રાસના લક્ષ્યપૂર્વકની આરાધના. સહજમળ એટલે શું ? જેના યોગે જીવ પાપમાં એકાએક પ્રવૃત્તિ કરવા પ્રેરાય છે તે મહામોહ. સહજમળનો હ્રાસ થાય તેમ તેમ જીવના સહજ તથાભવ્યત્વનો વિકાસ થાય. સહજ તથાભવ્યત્વ એટલે શું ? જીવની મુક્તિગમનયોગ્યતા. મુક્તિમાં ન જઈએ અને સંસારમાં રહીએ તો શો વાંધો ? વાંધો એ કે મુક્તિમાં જવાની આત્માની યોગ્યતાનું હડહડતું અપમાન થાય. એક યોગ્ય આત્મા પોતાને યોગ્ય સ્થાનને ન પામે ત્યાં સુધી બીજો એક યોગ્ય આત્મા પોતાની મુક્તિ કૂચનો પ્રારંભ કરી શકતો નથી. બીજા યોગ્ય આત્માના કલ્યાણની દૃષ્ટિએ પણ આપણે આપણા આત્માની મુક્તિગમન યોગ્યતાને વિકસાવવી જોઈએ. તે તો જ વિકસે જો જીવને લાગેલા સહજમળનો ઝડપી હ્રાસ થાય. સહજમળના હ્રાસનું તે મહાકાર્ય મહાશક્તિની અપેક્ષા રાખે છે. મહાશક્તિની આરાધના સિવાય મહાકાર્યો થયાં નથી, થતાં નથી તેમ જ થવાનાં દેવાધિદેવની મહાકરુણાથી અધિક ચઢીયાતી બીજી ‘મહાશક્તિ’ ત્રણલોકમાં હતી ૨૧૮ ૦ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy