SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ - ચાતુર્માસ એટલે પ્રભુભાવની ભૂરિ-ભૂરિ પ્રભાવનાની લાખેણી મોસમ. તેમાં પુણ્યશાળીઓના પરિણામનાં પૂર ચઢતાં રહે. તે પૂરની પવિત્ર શક્તિ વડે પાપના ખડકો કપાય, રાગ-દ્વેષની ચીકાશ નામશેષ થાય. વિષય-કષાયનાં વાદળાં વીખરાતાં જાય. ભાગ્યશાળીઓના મન, વચન, કાયા, દ્રવ્ય અને ભાવ, તે ભાવની પ્રભાવનાની જીવંત અને જ્યોતિર્મયી કવિતાનું સ્વરૂપ ધારણ કરે. સાતેય ક્ષેત્રોને હર્યાભર્યા બનાવવામાં કોઈ કશી કચાશ ન રાખે. આવતા અને જતા શ્વાસ અને ઉચ્છવાસ સહુના શ્રીનવકાર ભાવભીના બનીને ત્રિભુવનને આત્મસમભાવના અમી છાંટે. એવા અમૃતવર્ષતા ધર્મના દિવસોમાં ભવ્યાત્માઓનાં પરિણામ અમૃત નીતરતાં બનો ! પરમપદને પાત્ર બનો ! પરમસામાયિકોગને વરવાના લક્ષ્યપૂર્વકની યથાર્થ તાલીમની લાખેણી મોસમ સરખા ચાતુર્માસમાં ચારગતિને ચૂરવાનું અપૂર્વ સામર્થ્ય ભાગ્યશાળીઓના ભાવમાં પ્રગટો ! “ પધારો પર્વાધિરાજ ! પધારો ! પર્વાધિરાજ પધારો ! આપનું સ્વાગત કરતાં આજ હૈયું મારું હરખાય છે. આંખો ભીની થાય છે હર્ષનાં અશ્રુ વડે. હાથ મારા હસી રહ્યા છે દાન કાજે. હૈયું નાચી રહ્યું છે ધ્યાન કાજે. દાન શોભે ન્યાયોપાર્જિત દ્રવ્યનું. ધ્યાન હોય દેવાધિદેવની કરુણાનું. મન મારું–હે મૂર્તિમંત મહાદાનેશ્વરી ! મલકી રહ્યું છે મૈત્રીભાવના કાજે. પ્રાણો તલસી રહ્યા છે તપ કાજે. નાભિમાંથી ઊઠતો શ્રીનવકારનો જાપ ગાઈ રહ્યો છે જય આપનો ! આપને ભેટ હો મારા હૃદયની ! એ હૃદયમાં વહેતા મૈત્રીભાવનાના પવિત્ર પ્રકાશનો હો અભિષેક આપને ! ધર્મ-ચિંતન ૧૯૩
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy