SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ આવી મોસમ ધર્મની આનંદો, આનંદો, આનંદ ઉચ્ચાર કરો. જેની પ્રતીક્ષામાં ધન્ય થાય છે પળો માનવ જીવનની, તે ધર્મની મોસમ આવી ગઈ છે વર્ષાના વધામણે. હવે અધિક સુગમ રહેશે સમાગમ પ.પૂ. આચાર્યભગવંતાદિની તારકનિશ્રાનો. અધિક વેગ આવશે તપ-જપ-ધ્યાનાદિમાં. સંકેલાશે આરંભ-સમારંભની શ્યામલ જાજમ. ભાગ્યશાળીઓને મળશે પૂરતો સમય સ્વાધ્યાયનો. મીઠા લાગશે વ્રત-નિયમ અને અભિગ્રહો. પુણ્યવંત આત્માઓ હોંશે હોંશે ઉચ્ચરશે નિયમો આત્માને અજવાળનારા. ચાર માસ દરમ્યાન હું બાંધી માળા આટલી ગણીશ. સામાયિક આટલાં કરીશ. પૌષધ આટલા કરીશ. સ્વાધ્યાય આટલી ગાથા...પ્રમાણ કરીશ. આટલા ઉપવાસ અને આયંબિલ-એકાસણાં આટલાં કરીશ. આયંબિલ-ઉપવાસ નહિ હોય તે દિવસોમાં આટલી વિગઈનો ત્યાગ કરીશ. આટલાં...વધુમાં વધુ વસ્ત્રો વડે ચલાવીશ. રૂ-રેશમની શય્યાને બદલે સંથારે સૂઈ રહીશ. પાપનાં અઢાર સ્થાનકોમાં ઓછામાં ઓછી આવ-જા કરવી પડે એવા સઘળા પ્રયત્નોને ત્રિવિધ ભાવ આપીશ.” માનવભવ છે ધર્મની આરાધનાની મોસમ.” એ શાસ્ત્રવચન સત્ય પ્રતીત થશે સહુને. પહેલાં ધંધો અને પછી ધર્મની વાતો.” એમ બોલનારા ભાઈઓ પસ્તાશે જરૂર. ચાતુર્માસ એટલે ધર્મની વસંત. તેમાં ભાગ્યશાળીઓ સ્વાર્થપરાયણતાના જીર્ણશીર્ણ વસ્ત્રો ઉતારીને, પરમાર્થપરાયણતાના સુંદર વાઘા સર્જ. ઘેર ઘેર દયાની પરબો મંડાય. જીવની જયણાનું જીવંત વાતાવરણ સર્જાય. સહુનાં જીવન શુભભાવભીનાં બને. મનનાં પરિણામ સહુનાં ગાય. “જય વીતરાગનો.” ૧૯૨૦ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy