________________
સમગ્ર નવકારમાં પણ સાત જ ગુરુ અક્ષરો છે. સૂર્યના કિરણમાં સાત વર્ણો છે. પ્રથમ પદમાં પણ સાત જ વર્ણો છે. ગ્રહો તથા વાર પણ સાત જ છે. સૂર્યની ગતિ જેમ મનુષ્યલોકમાં છે તેમ પંચમ ગતિરૂપ મુક્તિમાં ગતિ પણ ત્યાંથી જ થઈ શકે છે. નવકારના વર્ણોમાં સૂર્યના કિરણો
સૂર્યના કિરણોમાં જેમ સાત વર્ષો છે તેમ સંગીતમાં સૂર પણ સાત જ છે અને તેના યથોચિત મિલનથી સર્વ પ્રકારનાં રાગ-રાગણી ઉત્પન્ન થાય છે. તેથી જેવો રાગ ગવાય તેવો બાહ્ય ભૌતિક જગતમાં અને આંતરિક ભાવાત્મક જગતમાં પણ તુરત જ ફેરફાર થાય છે. આ જ ન્યાયે નવકારના પ્રથમ પદમાં રહેલ સાત વર્ષોમાંથી સર્વ પ્રકારના મંત્રો-યંત્રો અને શાસ્ત્રોની ઉત્પત્તિ થાય છે.
આત્માની અનંત શક્તિને પ્રગટ કરવાની શ્રીનવકારની અમાપ શક્તિમાં અપૂર્વ નિષ્ઠા કેળવવાની ભાવના, ભાગ્યશાળીઓના હૃદયમાં જાગો !
બીજ વાવીએ
ઘઉંનો મોટો પાક જોઈતો હોય તો ખેતરમાં ઘઉં જ વાવવા પડે ને ? એમ અનંત ગુણોનો પાક આપણે જોઈતો હોય તો ગુણનાં જ બી વાવવાં જોઈએ ને ? ગુણોનાં બી વાવ્યા વિના અનંત ગુણોનો પાક ન મળે. માટે શ્રીજિનેશ્વર ભગવંતે આત્મક્ષેત્રમાં ૨૧ ગુણ—બીજ વાવવા ઉપદેશ કર્યો છે.
ગુણોનાં બીજ વાવ્યા વિના કરેલી ધર્મસાધના એ તો, ખેતરમાં બીજ વાવ્યા વિના કરેલા ખેડાણ ને પાવામાં આવતા પાણી જેવી છે ! બીજ વાવ્યા વિના ખેતરને ગમે તેટલું ખેડવામાં આવે, પાણી રેડવામાં આવે, વાડ કરવામાં આવે...છતાં બધું નિષ્ફળ, તેમ ગુણોના બીજ વાવ્યા વિના કરાતી ધર્મસાધના નિષ્ફળ છે.
આની સામે એવી દલીલ ન કરતાં : ‘ગુણો હોય તો પછી ધર્મસાધના ન કરીએ તો ચાલે ને ?' આ તો દલીલ કેવી છે ? કોઈ કહે ખેતરમાં બીજ વાવીએ પછી વાડ ન કરીએ, પાણી ન પાઈએ તો ચાલે ને ?’ તેવી !
ગુણોનાં બીજ વાવ્યા વિના જ ધર્મની ખેતી–મજુરી કરી છે અનંતકાળમાં. હવે બીજ વાવીને ખેતી કરીએ.
- પ. પૂ. મુનિરાજ શ્રીભદ્રગુપ્તવિજયજી મહારાજ.
ધર્મ-ચિંતન ૦ ૩