SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ સુવાસ મઘમઘતી હોય છે તેના જ પ્રભાવે તે કાંઈક કહેવા પ્રેરાય છે, કે જેને ઝીલવા તેમ જ વિચારવાથી પાત્ર જીવોને શ્રીજિનેશ્વર ભગવાનની ભક્તિમાં હૃદયને ભીંજવવાની પિવિત્રતમ પ્રેરણા મળતી રહે. શ્રીનવકારની સાથે આપણે મળી જવું જોઈએ. અલગતા ઊભી કરનારા અહંકારને અળગો પાડ્યા સિવાય, શ્રીનવકારને મળવાનું મહાકાર્ય મુશ્કેલ રહ્યું છે તેમ જ વધુ મુશ્કેલ બની રહેવાનો પૂરતો સંભવ છે. અહંકારજન્ય અલગતા જીવના જીવ સાથેના ભાવસંબંધની આડે આવે છે. જગતના સર્વ જીવોના સર્વોચ્ચ હિતને ભાવ આપનારા શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોના ભાવની સાથે આપણને એકરૂપ બનવા દેતી નથી. જીવની સર્વજીવહિતચિંતાવિષયક અલગતાના નિવારણ માટે શ્રીનવકારની | આરાધના છે. પોતા પ્રત્યેની મમતા, સર્વ જીવ પ્રત્યેના સમતાભાવને ઢાંકી દે છે. નમસ્કારભાવના પ્રભાવે તે મમતા સર્વજીવહિતચિંતારૂપ બને છે. શ્રીઅરિહંત પરમાત્માના ત્રિભુવનક્ષેમકર ભાવને શરણે જવાના શુભભાવપૂર્વકનો નમસ્કાર આપણા મનને વિશ્વમૈત્રીનું મહાકેન્દ્ર બનાવી દે છે. આપણા હૃદયને દેવાધિદેવની સર્વોચ્ચ ભાવનાના “ભવનમાં બદલી નાખે છે. આરાધક આત્મા, વિરાધના એટલે શું એ ન સમજતો હોય એવું ભાગ્યે જ બને. આરાધના એટલે પોતામાં રહેલા વિરાધકભાવ પર વિજય મેળવવો તે.. - આત્મામાં અનાદિકાળથી ઘર કરીને રહેલા પોતા પ્રત્યેના રાગને શ્રીજિનેશ્વર ભગવાનની આજ્ઞાના રંગ વડે રંગવાની ઉત્કૃષ્ટ પ્રકારની ક્રિયા. આરાધના એટલે મહાપુણ્યના યોગે મળેલા દેવદુર્લભ માનવના ભવને શ્રીતીર્થંકર પરમાત્માની ઉત્કૃષ્ટતમ ભાવનાના છંદરૂપ બનાવવાની અનુપમ પ્રકારની તાલીમ. વિશ્વવહેતી દેવાધિદેવની મહાકરુણાને જરાપણ ઠેસ ન વાગે, તે મહાકરુણાના સૂક્ષ્માતિસૂક્ષ્મ પ્રભાવની અવહેલના ન થાય, તેના સ્વાભાવિક પરમપ્રભાવને સમર્પિત થઈને જ જીવવાની લાગણી રહ્યા કરે, તે મહાકરુણાથી અલગ પાડનારી વૃત્તિઓ અને પ્રવૃત્તિઓમાં જોડાઈ જવાની બહિર્મુખતા, આત્માના ભાવમાં સાવ ઓગળી જાય. અંદર-બહાર બધે સમરૂપતા અનુભવાય એટલે આરાધક ભાવ પ્રગટી રહ્યો છે તેમ જ , અનાદિથી ચારગતિમાં રઝળાવનારો વિરાધકભાવ ઓસરી રહ્યો છે એમ નિઃસંકોચપણે ધર્મ-ચિંતન ૧૫૩
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy