SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ કહી શકાય. આરાધકભાવમાં “હું સદાય છેલ્લો રહે. દેવાધિદેવની પરમ પ્રભાવકતા સદાય આગળ રહે, શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોના નિઃસીમ ઉપકારો સદાય આગળ રહે, સ્વકર્તુત્વ ભાવ સદાય છેલ્લો રહે, સદ્ગુરુ ભગવંતોના અસીમ અનુગ્રહનો પ્રભાવ જેટલો નિકટવર્તી અનુભવાય તેટલો સ્વપ્રયત્ન સાથેનો સંબંધ કદીએ ન વર્તાય. મતલબ કે આરાધકને સહુથી પહેલાં દેવ અને ગુરુ યાદ આવે, તેઓશ્રીની નિસીમ ઉપકારકતા યાદ આવે, તેઓશ્રીના આત્માનો જીવ માત્રના કલ્યાણનો સર્વોચ્ચ ભાવ યાદ આવે, તે ભાવમાં રહેલી સ્વાભાવિક તારકતા યાદ આવે, તે તારકતા સાથે ભાવપૂર્વક જોડાઈને જીવવાનું યાદ આવે, તે જોડાણમાં અવરોધ પેદા કરનારા અહંભાવરૂપી વિરાધકભાવનું એક ક્ષણવારનું ચિંતન પણ તેને બેબાકળો બનાવી મૂકે. તે સમયે તેને પોતાના પગ નીચેની ધરતી ખસી રહી હોવાનો સ્પષ્ટ અનુભવ થાય, તેની સમગ્રતા ડોલાયમાન બની રહી હોવાનું પ્રતીત થાય. શ્રીનવકારની આરાધના એટલે શ્રીઅરિહંત પરમાત્માના સર્વજીવહિતકર સર્વોચ્ચભાવની આરાધના. શ્રીનવકારની આરાધના એટલે શ્રીઅરિહંત પરમાત્માની આજ્ઞાની વિરાધનાના પરિણામોથી સર્વથા પર બનવાની ઉત્કૃષ્ટ ક્રિયા. આપણા વિચાર, વાણી યા વર્તનથી પરના હિતને જે આંચકો લાગે તે વિરાધના. વિરાધના એટલે દેવાધિદેવની આજ્ઞાની વિરાધના. આજ્ઞાની વિરાધના એટલે ત્રિભુવનહિતકર મહાકરુણાના તારક પ્રવાહનો અપલાપ. આજ્ઞાની વિરાધના એટલે દેવાધિદેવ શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞાને અવગણીને સ્વાર્થની આજ્ઞાનું બહુમાન કરવું તે. શ્રીનવકારની આરાધના, વિશ્વમાં રહેલા જીવોના હિતની સાધનામાં પરિણમે છે. ત્રિભુવનમાં રહેલા જીવોના કલ્યાણને ભાવ આપવામાં સાર્થક થાય છે. આત્માના ભાવને આગળ આવવા દે છે. શ્રીનવકારનો એકનિષ્ઠ આરાધક ભાવથી વધુમાં વધુ નજીક શ્રીજિનેશ્વર ભગવાનની સર્વજીવહિતકર ભાવના સાથે જ રહેતો હોય છે. બધા જીવોનાં હિતની ૧૫૪ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy