SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્પણ મારી ચિંતા કરતાં મને શરમ આવે છે. - કારણકે મારું હિત ચિંતવનારા આ વિશ્વમાં ઘણા છે. અનંતા શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતો મારા પરમ હિતને સહજપણે સતત ભાવ આપી રહ્યા છે. તેમના તે ભાવનો ભાવ પૂછવાને બદલે હું જો મારી ચિંતાની પંચાતમાં પડું, તો મારા જેવો કોઈ સ્વાર્થી નહિ, એકલપેટો નહિ. તુચ્છ તેમ જ પામર નહિ. - પરમ મંગલમય તે ભાવ સાથેનો મારો ભાવસંબંધ ત્યારે જ કથળી જાય છે, જ્યારે હું મારો ભાર મારા માથે ઉપાડીને ફરવાના શુદ્ર વિચારના ચરણમાં ઝૂકી પડું છું. જેમનો સર્વોચ્ચ આત્મભાવ, મારા પરમ હિતને સહજપણે સતત ભાવ આપી રહ્યો છે તે ભગવંતોને ઊંચામાં ઊંચા દ્રવ્ય અને ભાવ વડે ભજવાને બદલે હું જો મારી ચિંતાના જ ભજનમાં ચકચૂર બનું, તો મારા જેવો કોઈ નીચ નહિ, અધમ નહિ, અધમાધમ નહિ. , પોતાની જનેતાની છાયામાં એક બાળક પણ નિશ્ચિતતા અને નિર્ભયતા અનુભવતું હોય છે, તો પછી ત્રણ જગતના નાથની મહાકરુણાની નિશ્રામાં હું શા માટે સચિત રહું? ભયકંપ અનુભવું ? મારી જ ચિંતા, મને પૂજા-પ્રતિક્રમણમાં પાછો પાડી દે છે. સામાયિક સ્વાધ્યાયમાં ચળવિચળ કરી મૂકે છે. તપ-જપના લાખેણા અવસરમાં અંતરાયનો ગઢ બનીને ઊભી રહે છે. શ્રીજિનાજ્ઞા પ્રત્યેના મારા હૈયાના ભાવમાં ચીકણી ગાંઠરૂપ બની : ' જાય છે. મારી ચિંતાના ચક્રાવે ચઢું છું ત્યારે મારી આન્તરદૃષ્ટિ ઝાંખી પડવા માંડે છે, જગત કરતાં મોટી મને મારી જાત જણાવા માંડે છે, જગતના સર્વ જીવોના હિત કરતાં અધિક પ્યારું મને મારા એકલાનું હિત વંચાય છે અને આ રીતેનું અયથાર્થ (મિથ્થા) દર્શન મારી સમગ્રતાને આંજી દે છે. વાહનમાં બેઠા પછી પ્રત્યેક માનવબંધુ પોતાનો માલ-સામાન કોરાણે જ મૂકી દે છે, કોઈનેય તે પોતાના માથે ઉપાડી રાખવાનો સહેજ પણ ભાવ નથી હોતો. આવા સમર્પણભાવના પ્રત્યક્ષ દર્શન પછી જો હું શ્રીનવકારનો ધારક થઈને મારી ચિંતાની જ આરાધના કરું, ભમરડાની જેમ “સ્વ” (ભવ) નામક આર ઉપર ભમ્યા કરું તો શ્રીનવકારની સર્વપાપપ્રણાશકતા અને સર્વમંગલપ્રદાયકતામાં મને મુદ્દલ શ્રદ્ધા નથી ધર્મ-ચિંતન • ૧૭૯
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy