SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ - અશોકવૃક્ષ અને છત્રત્રયની નીચે દેવનિર્મિત સિંહાસન પર બિરાજમાન ! અગ્લા૫ણે જગજ્જતુઓના કલ્યાણ માર્ગમાં પ્રવૃત્ત ! સર્વજીવો પોતપોતાની ભાષામાં સમજી શકે એવી અલૌકિક ધર્મદેશના આપતું પરમાત્માનું રૂપ-સ્વરૂપ ! ઓહો કેવું મનોહર ! માનસિક સર્વપીડાઓનું ઔષધ ! સર્વસંપત્તિઓની પ્રાપ્તિનું અવંદ્ય બીજ ! ચક્રાદિ એકહજારઆઠ લક્ષણથી લક્ષિત ! આ રૂપ ખરેખર ! સર્વાતિશાયિ પુણ્ય-તીર્થકર નામકર્મથી આકર્ષાયેલા શાંત-પવિત્ર પરમાણુઓથી નિર્મિત છે સાચે જ ! આ રૂપ મૃત્યુલોકમાં ભવ્યાત્માઓને પરમપદ પ્રાપ્ત કરવાનું એક અમોઘ સાધન છે ! અસાધારણ પ્રભાવવંતુ છે ! દેવો, વિદ્યા-મંત્રસિદ્ધ પુરુષો તેમ જ યોગીજનોથી વંઘ છે, વરેણ્ય છે, પૂજય છે. અને...અકર્મા બની, અશરીરી થઈ સિદ્ધશિલા ઉપર પહોંચી ગયેલા પરમાત્માનું સ્વરૂપ !! રૂપરહિત...અરૂપી કેવળ અસંખ્ય આત્મપ્રદેશો અનંત અનંત જ્ઞાન-દર્શનની, સુખ-વીર્યની જ્યોતિથી ઝગમગ ઝગમગ ઝલકી રહ્યા છે. હે પ્રભુ ! ગો હી હૈ રુપ તેરા वो ही है रुप मेरा, पडदा पडा है बीचमें आकर के उडा देना ઓ હો ! જેવું પરમાત્માનું સ્વરૂપ તેવું જ મારા આત્માનું અસલી સ્વરૂપ. જેવા દ્રવ્ય-ગુણપર્યાય પરમાત્માના તેવા જ મારા આત્માના ! અરે ! પરમાત્માએ સાધકદશામાં પ્રાણીમાત્રના કલ્યાણની ભાવનાના ગીત ગાયા અને હું એમનો સેવક સ્વમાં જ પુરાયો ! સ્વાર્થમાં જ અટવાયો ! પરમાત્માએ જીવમાત્રના જીવન્દ્ર સાથે પ્રીતિ જોડી. હે આત્મ. તું જીવમાત્રના જીવન્તને ભૂલી જડનો પ્રેમી બન્યો ! આત્મન્ ! તારે સગાઈ-નિકટતા જીવ સાથે કે જડ સાથે ? - જો જે ! જડ પ્રત્યે વૈરાગ્ય કેળવજે, ઉદાસીન બનજે પણ જીવો પ્રત્યે ઉદાસીન ન બનીશ ! ' જીવ ! તારો અનંતકાળ સંસારભ્રમણમાં એળે ગયો ! તે કર્મદુશ્મન સાથે મિત્રતા કરી ! તારા શુદ્ધ સહજાત્મસ્વરૂપને કદી ન વિચાર્યું ! ભવચક્રના દુઃખમય પરિભ્રમણને તું ભૂલીશ નહિ ! પ્રમાદ અને અજ્ઞાન નામના મોહચોરટ્ટાઓ અનુપમ ધર્મતકને ઝૂંટવી ન જાય ! જાગ...જાગ...જાગ ભાવનિદ્રાને આધીન થા...ધ્યાન પૂરું થયું. શ્રીનવકાર મંત્રને જપી ક્ષેમકર પોઢી ગયો. ધર્મ-ચિંતન • ૩૮૧
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy