________________
બ્રાહ્મમુહૂર્તમાં શ્રીપંચપરમેષ્ઠિ મંત્રના સ્મરણ સાથે ક્ષેમકર જાગી ગયો. પ્રતિક્રમણાદિ કર્યું. પ્રાતઃકાળ થયો.
આજે પર્વતિથિ હતી. ક્ષેમંકર પૌષધશાળામાં ગયો. વસંતપુરના જૈનોની આજે પૌષધ માટે ભીડ જામી હતી. બધાએ પૌષધવ્રત ઉચ્ચર્યું. ક્ષેમંકરે સેંકડો સાધર્મિકો સમક્ષ ધર્મકથા-તત્ત્વચર્ચા શરૂ કરી.
અજ્ઞાનના અંધકારને ભેદી નાંખે, કષાયોને કરમાવી દે, કર્મમળને ઓગાળી નાખે, મોહનિદ્રામાંથી જગાડી દે એવી એ ધર્મકથા હતી.
ક્ષેમંકરે જીવના અનંત ભવભ્રમણનો કરુણ ઇતિહાસ રજૂ કર્યો. મોહની ક્રૂરતા અને પાપની પાશવલીલા ચીતરી, જીવની વિપર્યસ્ત દશાનું સચોટ ભાન કરાવ્યું.
શ્રોતાઓની આંખો પશ્ચાત્તાપના અશ્રુથી ભીની થઈ, આત્માની કરુણ સ્થિતિ ઉપર કલ્પાંત થયો. સ્વાત્માને મોહ-અજ્ઞાનના પંજામાંથી છોડાવવાના મનોરથ જાગ્યા અને જગતના સર્વજીવો પણ કર્મ-શત્રુના ફંદામાંથી મુક્ત બનો એવી ભવ્ય ભાવના પ્રગટી. આખીએ સભા ધર્મધ્યાનના નિર્મળનીરમાં ઝીલવા લાગી.
ધર્મચર્ચાનું પ્રબળ નિમિત્ત પામી હેમંકરનું ધર્મધ્યાન પણ તીવ્ર બન્યું. અધ્યવસાયો વિશુદ્ધ વિશુદ્ધતર બનતા ચાલ્યા. અજ્ઞાનના પડદા ચિરાયા અને નિર્મલ અવધિજ્ઞાન પ્રગટ થયું. અવધિજ્ઞાનના દિવ્યપ્રકાશમાં હેમંકરે પોતાના નાનાભાઈ આશંકરનું જીવન અવલોક્યું. આયુષ્યકર્મની સ્થિતિ નિહાળી. માત્ર છ મહિનાનું જ આયુષ્ય બાકી રહેલું જોયું અને તે થંભી ગયો.
આણંકરનું જીવન જિનધર્મના રંગે રંગાયેલું હતું. પૂર્વમહાપુરુષોના જીવનમાંથી તે નિત્ય નવી પ્રેરણાઓ મેળવતો. અને જીવન આરસમાં સુંદર-નાજુક સંસ્કાર શિલ્પ કોતરતો.
માનવજીવન એટલે જાણે સંગેમરમરનો એક નંબરી આરસ. આત્મા જો કુશળ શિલ્પી બને તો એ આરસમાં આદર્શ જીવનનું શિલ્પ સર્જાય. બાકી ભોગ-વિલાસના ચીંથરાં ધોવામાં એ આરસ વેડફાય તો એની શી વિશેષતા ?
આશંકરની શ્રાવકોચિત દિનચર્યા આદર્શ હતી પણ હજી તેને આત્મશ્રેયના ઘણા સોપાન ચઢવાના બાકી હતા.
આત્મહિતના દષ્ટા ક્ષેમંકરે એને અલ્પાયુષી જાણી કહ્યું–આશંકર ! હવે તું રોજ પૌષધ કર...તારું શ્રેયઃ એમાં જ છે.. તું આત્મહિત તરફ જરાય દુર્લક્ષ ન કર...
૩૮ર ધર્મ-ચિંતન