SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન બીજું : પાંચ ભૂતોથી વ્યતિરિક્ત જીવ નામનો પદાર્થ દ્રવ્ય દૃષ્ટિએ અવિનાશી અને નિત્ય સ્વભાવવાળો છે. આ સ્થાન પરની શ્રદ્ધાથી શરીરના નાશ સાથે જીવનો નાશ માનનાર ચાર્વાકમત, મોક્ષપ્રાપ્તિ વખતે જીવનો નાશ માનનાર બૌદ્ધમત અને મોક્ષપ્રાપ્તિ વખતે જીવત્વાદિ (જીવના જ્ઞાનાદિ ગુણો આદિ)નો નાશ માનનાર વૈશેષિકાદિ મતનો નિરાસ થાય છે. સ્થાન ત્રીજું : જ્યાં સુધી જીવનો મોક્ષ ન થાય, ત્યાં સુધી સંસારી જીવ પ્રતિ સમય (૭-૮) કર્મને બાંધ્યા જ કરે છે. એ કર્મ મૂળ (૮) પ્રકારનાં છે અને ઉત્તર (૧૫૮) પ્રકારનાં છે. જ્ઞાનદર્શનને રોકનાર, સુખ-દુઃખને આપનાર, વિચાર અને વર્તનમાં વિપર્યાસ કરાવનાર, જીવને અને શરીરને ધારણ કરાવનાર, ઉચ્ચ-નીચ આદિ અવસ્થાઓને અપાવનાર અને દાન-લાભાદિમાં અંતરાયભૂત થનાર, તે કર્મો જ છે, કર્મોને છોડીને બીજું કાંઈ પણ નથી. આ સ્થાન પરની શ્રદ્ધાથી જીવને નિર્ગુણ અને નિષ્ક્રિય માનનાર સાંખ્યમતનો નિરાસ થાય છે. સ્થાન ચોથું : જે જે જીવો જે જે કર્મોને બાંધે છે, તે તે જીવોને તે તે કર્મોને ભોગવવાં જ પડે છે. આ સ્થાન પરની શ્રદ્ધાથી જીવોના અદ્રષ્ટથી ઈશ્વરને શરીર ધારણ કરવાનું માનનાર નૈયાયિકમત, પુત્ર-પૌત્રાદિની શ્રાદ્ધાદિ ક્રિયા વડે પિતા-પિતામહાદિની તૃપ્તિ માનનાર બ્રહ્મભોજ્યાદિ મત, જગતની ઉત્પત્તિ, ખંડ-પ્રલય અને સર્વ-પ્રલયાદિ માનનાર વેદાન્તી આદિ મત, જગતને સુખ-દુઃખ દેનાર તરીકે ઈશ્વરને માનનાર ઈશ્વરવાદી આદિ મતનો નિરાસ થાય છે. સ્થાન પાંચમું : જન્મ, જરા, મરણાદિની પીડાથી રહિત અને અનંત જ્ઞાનદર્શનાદિ ગુણોની સમૃદ્ધિથી ભરપૂર જીવની મોક્ષાવસ્થા છે. આ સ્થાન પરની શ્રદ્ધાથી જીવનો મોક્ષ નહિં માનનાર ચાર્વાકાદિ અને મોક્ષને માનવા છતાં તેને અભાવાદિ સ્વરૂપવાળો માનનાર બૌદ્ધાદિ મતોનો નિરાસ થાય છે. સ્થાન છઠ્ઠું : ભવ્ય જીવનો મોક્ષ એ ઉપાયથી સાધ્ય છે. હિંસાદિ આશ્રવોનો રોધ અને સમ્યગ્ દર્શનાદિ સંવર-નિર્જરાના ઉપાયોનું ઉત્કચ આસેવન એ મોક્ષનો ઉપાય છે. આ સ્થાન પરની શ્રદ્ધાથી મોક્ષના ઉપાય છે. આ સ્થાન પરની શ્રદ્ધાથી મોક્ષના ઉપાયોને નહિં માનનાર આજીવકાદિ મત અને વિપરીત ઉપાયોને માનનાર મીમાંસકાદિ મતોનો નિરાસ થાય છે. જૈનદર્શનની લોકોત્તર આસ્તિકતાનું સ્વરૂપ સમજી સૌ કોઈ તેના પર આદરવાળા બનો અને આત્યન્તિક શ્રેયને સાધો, એ જ એક અભિલાષા. ૧૬ ૦ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy