________________
જ્ઞાન અને ભાવના
(જ્ઞાન અને ભાવનાના રહસ્યથી પરિપૂર્ણ મંત્રાધિરાજ શ્રીનવકારની આરાધનાનો મર્મ ચિંતનાત્મક આ લેખમાં વ્યક્ત થયો છે, સં.)
“પાવાનાનુાતી જ્ઞાનસ્થ તત્ત્વતો જ્ઞાનત્વાતિ” ધર્મબિંદુ. અધ્યાય-૬-૩૦
જ્ઞાન એ વસ્તુ તંત્ર છે, ભાવના એ પુરુષ તંત્ર છે. જ્ઞાન શેયને અનુસરે છે. ભાવના પુરુષના આશયને અનુસરે છે. જે પુરુષ પોતાના આત્માને શીધ્રપણે કર્મથી મૂકાવવા ઇચ્છે છે. તે પુરુષ તેના ઉપાયરૂપ જ્ઞાનને માટે જેમ ઉદ્યમ કરે છે, તેમ તેના ઉપાયભૂત ભાવના માટે પણ સદા પરિશ્રમ કરે જ છે.
જ્ઞાનથી આત્માના શુદ્ધ સ્વરૂપને જાણી શકાય છે. ભાવનાથી આત્માના શુદ્ધ સ્વરૂપને પામી શકાય છે. જ્ઞાન થયા પછી પણ આત્મા સ્વરૂપને પામવા માટેની ભાવનાનો આશ્રય ન લેવાય તો જાણેલું જ્ઞાન ફળહીન બને છે.
જ્ઞાનનું ફળ વિરતિ છે. વિરતિ સમતા સ્વરૂપ છે. સમતા સકળ સત્યના હિતાશયરૂપ છે, સકળ સત્વહિતાશય ભાવનાથી લભ્ય છે. સર્વ જીવો પ્રત્યે આત્મતુલ્યભાવ–આત્મતુલ્યનેહ–મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થભાવ લાવ્યા વિના હિતાશય ટકતો નથી. તે વિના સમતા ટકી શકતી નથી. સમતા વિના વિરતિ ફળતી નથી. વિરતિ વિના જ્ઞાન વિંધ્ય બને છે. આ જ્ઞાનનો વિષય એ જોય છે. ભાવનાનો વિષય એ ધ્યેય છે. જે સુખ પોતાને અભીષ્ટ છે, તે સુખ સર્વને મળે. અને જે અને જે દુ:ખ પોતાને અનિષ્ટ છે, તે કોઈને પણ ન મળે. એ જાતિનો ભાવ પુરુષ–આત્માની શુદ્ધિ કરે છે, ઇર્ષ્યા–અસૂયાદિ ચિત્તના મળો નાશ કરે છે, પરમાત્માની ભક્તિમાં નડતા વિક્ષેપો દૂર કરે છે. કર્મના ભારથી ભરેલો આત્મા એ ભારથી હળવો બને છે. મોહની વાસનાના જોરથી પરાભૂત થયેલો આત્મા વાસનાનિમુક્ત બને છે. માટે જ્ઞાનના સ્થાને જ્ઞાનનું જેટલું મહત્ત્વ છે, તેટલું જ ભાવનાના સ્થાને ભાવનાનું મહત્ત્વ છે અને તેટલું જ ચારિત્ર, સર્વ વિરતિ કે સર્વ સાવઘના ત્યાગના સ્થાને તેના પ્રત્યાખ્યાન અને પાલનનું માહાભ્ય છે. એક બીજાના સ્થાને એક બીજાની ગૌણતા ભલે હો પણ પોતપોતાના સ્થાને એક બીજાનું એક સરખું મહત્ત્વ છે. અજ્ઞાની ભવ કેવી રીતે તરશે ? એ જેમ પ્રશ્ન છે, તેમ ભાવનાહીન કે વિરતિશૂન્ય પણ કેવી રીતે ભવને તરશે? એ પણ તેટલો જ મહત્ત્વપૂર્ણ પ્રશ્ન છે.
ધર્મ-ચિંતન ૧૭