________________
શ્રીજિનાગમમાં નમસ્કાર મહામંત્રને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. તેનું કારણ પણ હવે સમજાશે. નમસ્કાર મહામંત્ર માત્ર જ્ઞાનનો વિષય નથી, પણ જ્ઞાનની સાથે ભાવનાનો વિષય છે. મહામંત્રને જાણી લીધો પણ મંત્ર મુજબ ભાવની વિશુદ્ધિ ન થઈ, પરમેષ્ઠિઓ પ્રત્યે જેવો ભાવ જોઈએ તેવો ભાવ સ્પર્શે, તો તે મંત્ર શીઘ્ર ફળે મંત્રમાં ‘શેય' અને ‘ધ્યેય'ની યથાર્થતા ઉપરાંત ‘જ્ઞાતા' અને ‘ધ્યાતા’ની વિશુદ્ધિ પણ આવશ્યક છે. ધ્યાતાની વિશુદ્ધિ ભાવનાના બળ ઉપર આધાર રાખે છે.
જ્ઞાન ન મળવાથી જેમ અજ્ઞાનતાનો અંધકાર દૂર થતો નથી, તેમ ભાવના ન વધતાં કર્તવ્યહીનતાનો દોષ પણ દૂર થતો નથી. ધર્મીમાત્રનું કર્તવ્ય છે કે તેની ભાવના સર્વ જીવના હિતવિષયક હોવી જોઈએ, કોઈના પણ અહિત વિષયક ન હોવી જોઈએ. તેમાં જેટલી કચાશ તેટલી તેના ધર્મીપણામાં કચાશ કર્તવ્હીન થતાં .બચવા માટે સર્વજીવવિષયક હિતની ભાવના અને એ ભાવનાપૂર્વક યથાશક્ય વર્તનની અપેક્ષા છે. વર્તનમાં ઓછા-વધતાપણું હોય, તેની શુદ્ધિ પશ્ચાત્તાપ–આલોચનાદિથી થઈ શકે. ભાવનામાં ન્યૂનતા માટે ભાવનાની પૂર્ણતા સિવાય બીજી કોઈ આલોચના નથી—અન્ય કોઈ પ્રાયશ્ચિત્ત નથી. લૌકિકમાં જેમ કૃતઘ્નીને શુદ્ધિ માટે કૃતજ્ઞતા સિવાય બીજું કોઈ પ્રાયશ્ચિત્ત માન્યું નથી, તેમ લોકોત્તરમાં પણ નમસ્કારભાવ વિના, સર્વ જીવોના હિતાશય વિના, સર્વ જીવો પ્રત્યે આત્મતુલ્યભાવ વિકસાવ્યાં વિના કે અનુમોદ્યા વિના, બીજું કોઈ પ્રાયશ્ચિત્ત નથી, શુદ્ધીકરણનો અન્ય કોઈ ઉપાય નથી.
જ્ઞાન બીજાને જાણવા માટે છે. ભાવના પોતાને સુધારવા માટે છે. જગત તમામને જાણ્યા પછી પણ પોતાને—પોતાની જાતને સુધારવાની ભાવના ન જાગે તો તેવા જ્ઞાનથી શું ? પોતાની જાતને સુધારવા માટે નમસ્કારભાવ; ક્ષમાપનાભાવ, સકળસત્ત્વહિતનો કે તેના અનુમોદનનો ભાવ આવશ્યક છે. તેથી જ શ્રીનમસ્કાર મહામંત્રને સકળ આગમમાં પ્રથમ અને પ્રધાન સ્થાન મળ્યું છે.૧ ચૂલિકા સહિત તેને મહાશ્રુતસ્કંધ કહ્યો છે. પ્રથમ કે પ્રધાન સ્થાન એટલા માટે કે—તેમાં ભવ્યત્વ પરિપાક કરવાના, જીવની યોગ્યતા વિકસાવવાના સઘળાં સાધનો જાણે એક સાથે ગૂંથી લેવામાં આવ્યાં છે. તથા જીવને કર્મના સંબંધમાં આવવાની અનાદિકાલીન યોગ્યતા, જેને શાસ્રાકારો સહજ ભાવમલ કહે છે, તેને ઘટાડવા માટે જરૂરી સઘળી સામગ્રીનું સેવન એક સાથે થઈ જતું અનુભવાય છે.
૧. તાત્ત્વિ: પક્ષપાતશ્ચ, ભાવશૂન્યા 7 યા યિા ।
અનયોરન્તર જ્ઞેય, માનુવદ્યોતયોરિવ | યોગદૃષ્ટિ સમુચ્ચય શ્લો૦ ૨૨૨
૧૮ ૦ ધર્મ-ચિંતન