________________
માને છે, તેઓ પ્રગટપણે સંપૂર્ણ રીતે નાસ્તિક નહિ હોવા છતાં અંશતઃ નાસ્તિક જ છે.
* સકર્મક અવસ્થામાં જીવ જેમ શુભાશુભ કર્મનો કર્તા છે, તેમ તેનાં સારાં-નરસાં ફળોનો ભોક્તા પણ છે જ છે. શરીર છૂટ્યું એટલા માત્રથી કર્મ છૂટ્યાં, એમ સંસારી જીવ માટે બનતું નથી. અથવા કર્મ બાંધે બીજો અને તેનું ફળ ભોગવે બીજો, એવું પણ કદી બનતું નથી. કુટુંબાદિક માટે પાપ કર્મ કરનારાનાં પાપકર્મોનું ફળ કુટુંબાદિક ભોગવતું નથી, પણ પાપકર્મ કરનારને જ ભોગવવું પડે છે. તેથી સંસારી જીવ એ આકાશની જેમ નિષ્ક્રિય નથી, તેમ અલિપ્ત પણ નથી. કિંતુ સક્રિય અને સલિપ્ત છે.
જીવ, જીવનું નિત્યત્વ, જીવનું કર્તૃત્વ અને જીવનું ભોı––એ ચારને જૈનદર્શન સ્વીકારે છે તેટલા માત્રથી જ તેની વિશેષતા સમાપ્ત થતી નથી. જીવના અસ્તિત્વને કે નિત્યત્વને તથા કર્તત્વને કે ભોક્તત્વને કોઈ માનો યા ન માનો, તેટલા માત્રથી તે ઉડી જતું નથી. યુક્તિ અને આગમથી તેને સ્વીકારનારને જેમ તે માનવા પડે છે, તેમ નહિ સ્વીકારનારને પણ તેનું ફળ અનુભવવું જ પડે છે. જૈન દર્શનની વિશેષતા જેમ જીવને કર્મબંધ અને કર્મફળનો ભોગ માનવામાં રહેલી છે, તેમ સર્વ કર્મનો ક્ષય અને તેના - ઉપાયના અસ્તિત્વને માનવામાં પણ રહેલી છે.
જીવનો કર્મથી સર્વથા છૂટકારો થઈ શકે છે અને તે છૂટકારાના સમ્યગ્દર્શનાદિ ઉપાયો પણ વિદ્યમાન છે જ,-એ માન્યતા ઉપર લોકોત્તર આસ્તિકતા અવલંબેલી છે. ' લોકોત્તર આસ્તિકતામાં જીવ અને પરલોક આદિની શ્રદ્ધા સાથે જીવના નિત્યત્વની, કર્તુત્વની, ભોકતૃત્વની, મુક્તત્વની અને તત્સાધન સત્ત્વની શ્રદ્ધા પણ અવિચળપણે રહેલી હોય છે. એમાંથી એકની કે એકના કોઈ અંશની પણ અશ્રદ્ધા જ્યાં સુધી છે, ત્યાં સુધી લોકોત્તર આસ્તિકતા તો નથી જ. કિંતુ અપ્રગટપણે નાસ્તિકતાનાં બીજો છુપાયેલાં જ છે. એ નાસ્કિતાનાં બીજો એના માલિકને મુક્તિમાર્ગની આરાધનામાં સીધી કે આડકતરી રીતે પ્રતિબંધક થયા સિવાય પણ રહેતાં નથી.
લોકોત્તર આસ્તિકતાના અર્થી આત્માઓ માટે જૈન શાસ્ત્રકારોએ શ્રદ્ધાનાં છે સ્થાનો બતાવેલાં છે, તેમાં એકની પણ અધુરાશ ચાલી શકે તેમ નથી. એકની પણ અધુરાશ જ્યાં સુધી છે, ત્યાં સુધી તે જીવ નાસ્તિકતાથી સંપૂર્ણ મૂકાયેલો નથી.
સ્થાન પહેલું દશ્યમાન પૃથ્વી આદિ પાંચ ભૂતોથી ભિન્ન સ્વરૂપવાળો, આ ભવ છોડીને અન્ય ભવમાં જનારો, અને જ્ઞાનાદિ ગુણોને ધારણ કરનારો જીવ નામનો એક સ્વતંત્ર પદાર્થ છે. આ સ્થાન પરની શ્રદ્ધાથી ભૂતાતિરિક્ત જીવને નહિ માનનાર નાસ્તિકવાદનો નિરાસ થાય છે.
ધર્મ-ચિંતન ૧૫