SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ આંતરવિશુદ્ધિનું અનન્ય સાધન નમસ્કાર અંતરની શ્રેષ્ઠ પ્રકારની વિશુદ્ધિ કરનારું અનન્ય સાધન છે. (“નમસ્કાર is the best purifier, and it cleanses the entire intermal system.) અહંકાર દૂર કરીને અને નમ્રતા પ્રગટાવીને, કૃતજ્ઞતાનો ક્ષય કરીને અને કૃતજ્ઞતા જગાડીને, સ્વાર્થભાવ ઓગાળીને અને સમર્પણભાવ લાવીને નમસ્કારભાવ આત્માનું વિશુદ્ધીકરણ કરે છે અને સામાયિકની શ્રેષ્ઠ ક્રિયા માટે આપણને યોગ્ય બનાવે છે. શ્રીનવકારનું શરણ લેનારને અવશ્ય મનની શાંતિ પ્રાપ્ત થાય છે, સમ્યગુ– બુદ્ધિનો પ્રકાશ પ્રાપ્ત થાય છે, હૈયાની વિશાળતા પ્રાપ્ત થાય છે અને શરીરની સ્વસ્થતા પણ પ્રાપ્ત થાય છે. અચિંત્ય શક્તિશાળી શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોનું શરણ પામીને આરાધક ભય, દ્વેષ અને ખેદથી રહિત બને છે. અભય, અદ્વેષ અને અખેદથી સહજ સ્વાભાવિક મનની શાંતિ પ્રગટ થાય છે. નમસ્કારભાવવડે અહંકારભાવનો ક્ષય થતાં મિથ્યાત્વ અને અજ્ઞાન દૂર થાય છે અને તેથી સમ્યબુદ્ધિનો પ્રકાશ પ્રાપ્ત થાય છે. શાંત મન અને સમ્યબુદ્ધિ હૃદયને વિશાળ બનાવે છે અને દેહની સ્વસ્થતાનો આધાર પણ મોટે ભાગે મનની સ્વસ્થતા ઉપર છે. દ્રવ્યનમસ્કાર દેહની સ્વસ્થતાનો આધાર છે. ભાવનમસ્કાર મનની સ્વસ્થતાનો આધાર છે. દેહની સ્વસ્થતા અને મનની સ્વસ્થતા શ્રીનવકાર મંત્રના ઉચ્ચારણથી જે ધ્વનિ ઉત્પન્ન થાય છે, તે ધ્વનિના કંપનો (Vibration) 24145741 244 21212 2477 &H 41212 (Gross Body and Subtle Body) ઉપર અસર કરે છે. મેરુદંડ અને મસ્તિષ્કની શીરાઓ (Spinal chord And Brain nerves) ઉપર આ ધ્વનિ તરંગોની સીધી અસર થાય છે. મંત્રના ઉચ્ચારણથી થતા ધ્વનિ તરંગો સાધકના શરીરના પ્રત્યેક પરમાણુની ગતિ ઉપર અસર કરે છે. પરમાણુઓની ગતિના ફેરફારથી એક વિશિષ્ટ પ્રકારની ઉષ્ણતા (Heat) ઉત્પન્ન થાય છે. કોઈ પણ પ્રકારનું તપ દેહના પરમાણુઓની ગતિ પર અસર કરે છે અને તેથી પ્રગટતી ઉષ્ણતા વડે શરીરનો કચરો દૂર થતાં શરીરની શુદ્ધિ અને મનનો કચરો દૂર ૧૨૨ - ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy