SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ થતાં મનની શુદ્ધિ થાય છે. તીવ્ર ઉષ્ણતાવડે આત્મપ્રદેશોની પણ શુદ્ધિ થાય છે. તપવડે શરીર સ્વસ્થ બને છે, તપવડે મન પ્રસન્ન થાય છે અને તપવડે આત્મા કર્મમળોથી મુક્ત બને છે. આ માત્ર દાર્શનિક દલીલ નથી, પણ અનુભવસિદ્ધ સત્ય છે. દ્રવ્યનમસ્કાર અને ભાવનમસ્કાર બને મળીને કાયયોગ, વચનયોગ અને મનોયોગની શુદ્ધિ કરે છે, દેહની સ્વસ્થતા અને મનની શાંતિ પ્રાપ્ત કરાવે છે. નમસ્કારભાવ વડે નમ્રતા પ્રગટે છે અને નમ્રતા માનસિક સ્વસ્થતા (Mental Relaxation) ની ચાવી છે. પોતાને ઓળખ Know Theyself અહંકાર બુદ્ધિને કલુષિત કરે છે. કૃતજ્ઞતા બુદ્ધિને સંકુચિત કરે છે, અવિનય બુદ્ધિમાં જડત્વ લાવે છે. નમ્રતા બુદ્ધિને સ્વચ્છ કરે છે. કૃતજ્ઞતા બુદ્ધિને વિશાળ કરે છે. વિનય બુદ્ધિમાં ચેતના લાવે છે. - નમસ્કારભાવ વડે બુદ્ધિ પરિશુદ્ધ થઈ સંતુલિત બને છે. માત્ર સમ્યબુદ્ધિ સત્યનો પરિચય પામી શકશે. (Completely well balanced intelligence cna fathom Truth) માનવીતું તને પોતાને ઓળખ ! (Man know Thyself) સર્વ પ્રથમ અગત્ય પોતે પોતાને ઓળખવાની છે. તત્ત્વજ્ઞોએ આ સત્ય કહ્યું છે, તેની પાછળ ગંભીર રહસ્ય ભરેલું છે. તત્ત્વજ્ઞો કહે છે કે “તારા સંશોધનનો વિષય તું પોતે જ છે” (Thouart Thyself the object of they search.). આ સત્યનો પરમ અર્થ ભલે આત્મતત્ત્વનો નિર્દેશ કરતો હોય પરંતુ તેનો પ્રાથમિક અર્થ નમસ્કારભાવનો નિર્દેશ કરે છે. જ્યારે માનવી શુદ્ધ આત્મતત્ત્વને સંપૂર્ણપણે ઓળખશે ત્યારે જ પોતે પોતાને ઓળખશે. માત્ર આત્મતત્ત્વની વાતોથી આત્મતત્ત્વ નહિ ઓળખાય. આત્મતત્ત્વને ઓળખવાની ચાવી (Master Key) નમસ્કારભાવ છે. જ્ઞાન માત્ર પુસ્તકોના વાંચનથી બાહ્ય વિચારણા (Surface Thinking)થી કે - કોરી તત્ત્વચર્યાઓથી થતું નથી. જ્ઞાન નમસ્કારભાવથી પ્રાપ્ત થાય છે. ધર્મ-ચિંતન- ૧૨૩
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy