SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ' અરે, ક્ષમા ભાવનાનો અભાવ, તે જ એક મોટો ગુન્હો નથી શું ? ક્ષમાપનાભાવની સમ્યગૂ સમજણનો અભાવ. એ એક જ, ક્ષમાયાચનાનું મોટું કારણ શું નથી ? જૈનધર્મની આ “ક્ષમાપના” આપણને જીવ માત્ર પ્રત્યે મૈત્રીભાવ-પ્રેમભાવરાખવાનું અપૂર્વ શિક્ષણ આપે છે. લોકોત્તર વિકાસ તો, આ ક્ષમાપનાના સોપાનની સહાયતા વિના, શક્ય જ નથી. . લૌકિક ક્ષેત્રમાં પણ એવું જ છે. લોકોત્તર અને લૌકિક, એ બે ક્ષેત્રો જીવનવિકાસની દૃષ્ટિએ ભિન્ન નથી. વ્યવહારભેદે આપણે એને ભિન્ન માનીએ, તો પણ, લૌકિક અને ભૌતિક વિકાસમાં પણ, ક્ષમાપનાભાવ એ ઉમદામાં ઉમદા ધ્યેય છે. જગતના તમામ સંપ્રદાયોના બધા જ મહાપુરુષોએ એ આદર્શને આપણી સામે ધર્યો છે. 'To love spmething, more Than one's own self, Is the secret of All that is great, And to know, how To live for others · Is the aim of noble souls.' “પોતાના પ્રાણ કરતાંયે અધિક પ્રેમ અન્યને અર્પવો, એ આ વિશ્વની તમામ મહત્તાઓનું ગુપ્ત રહસ્ય છે અને, પરકલ્યાણ માટે જીવન જીવવાની રીત ‘જાણવી” એ ઉમદા આત્માઓનું “પરમ ધ્યેય છે.” આ ગુપ્ત રહસ્યની ચાવી અને પરમ ધ્યેયની પગદંડી, એ બંને ક્ષમાપનાભાવમાં જ છે. મનન કરવા વિનમ્ર વિનંતી છે. ક્ષમાપના વિષે શ્રી બનાર્ડ બેઇટ નામના એક પાશ્ચાત્ય પંડિતે માનસશાસ્ત્રના સામાયિકમાં (The Psychologist magazine) એક અતિ સુંદર વાત લખી છે : "A man who is big enough to apologise is a truly big man. It shows that he knows himself, that he has got to grip with himself and is on the road to self- mastery. An apology is absolutely vital to the integration of personality." આ આંગ્લ વિદ્વાન એમ કહેવા માંગે છે, કે “જે મહાનુભાવ ક્ષમા માગી શકે છે, તે ખરેખર મહાન પુરુષ છે. તેનાથી ક્ષમા માગવાથી) એ ફલિત થાય છે, કે તે (ક્ષમા માગનાર) પોતાના આત્માને ઓળખે છે, પોતાના અહંભાવ ઉપર તેનો કાબૂ છે ધર્મ-ચિંતન • ૨૬૫
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy