SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ અને તે સ્વ–સ્વામિત્વ (પૂર્ણતા) પ્રાપ્ત કરવાના પંથ ઉપર છે. વ્યક્તિત્વને (આત્માને) નિર્મળ બનાવવા માટે ક્ષમાપના અનિવાર્યપણે આવશ્યક છે.” જે દેશમાં સમ્યગ્દષ્ટિનો અભાવ છે, તે દેશના એક વિચારકનું આ કથન છે. તત્ત્વતઃ એ સમજણ તેમનામાં ભલે ના હોય, પરંતુ પશ્ચિમની પ્રજાઓના જીવનમાં ક્ષમાપનાભાવ (Sorry) અને નમસ્કારભાવ (Thanks) લગભગ ઓતપ્રોત બની ગયેલાં જોવામાં આવે છે. એ ભલે કેવળ ઔપચારિક હોય, પરંતુ એનાં મિષ્ટ ફળો એ પ્રજાઓ માણી રહી છે, એ વાતનો ઇન્કાર ભાગ્યે જ કરી શકાશે અલબત, એ ભૌતિક પરિણામો છે. આપણી પાસે તો આ સૂત્ર-“વામિ સવ્યનીવે' અનાદિકાળથી એક વારસાગત ખજાના સમું પડેલું છે. દેખીતી રીતે તે ક્ષમાપના માટેનું સૂત્ર છે, પરંતુ તેમાં રામ, નમામિ અને શિવમસ્તુ એ ત્રણે ભાવોની અદ્ભુત અને રહસ્યમયી ગુંથણી થયેલી છે. એવી જ રીતે, દુષ્કૃતગર્તા, સુકૃતાનુમોદના અને અરિહંતાદિ ચારનું શરણ પણ એ સૂત્રમાં અંતર્ગત રહેલાં છે. * “ક્ષમા માંગું છું’ એમ કહેવામાં–ભાવવામાં તે આત્માને પોતાના અનેક જન્મોનાં અસંખ્ય દુષ્કૃત્યો વિષેની સભાનતા છે, આ “ખામેમિ‘ભાવ છે. “સર્વે જીવો મને ક્ષમા કરો' એવું માંગવામાં–ભાવવામાં–વિનમ્રતા છે, આ “નમામિ‘ભાવ છે. આ ગાથા પ્રતિક્રમણ (વંદિત્ત) સૂત્રનો એક ભાગ છે, એટલે વંદના વંદન–નમામિનો ભાવ તો તેની અંદર, બહાર, આગળ, પાછળ, ઉપર, નીચે, બધે જ રહેલો છે. સર્વ જીવો સાથે મારે મૈત્રી છે એવા ઢંઢેરામાં સર્વ જીવોના કલ્યાણની વાંચ્છના રહેલી છે, આ “શિવમસ્તુ' ભાવ છે. શ્રીરત્નશેખરસૂરીએ વિ. સંવત ૧૪૯૬માં (આજથી પાંચસો વર્ષ પૂર્વે) વંદિતુ સૂત્ર ઉપર “અર્થદીપિકા' નામની જે ટીકા લખી છે, તેમાં ખામેમિવાળી ૪૯મી ગાથા વિષે વિવેચન કરતાં એવું મતલબનું લખ્યું છે કે : આ સૂત્રનો (વામિ સંબૂનીવેવાળી ગાથાના) ભાવથી પોતાના આત્માને ભાવિત કરનાર ઉત્તમ શ્રાવકનો આશય અન્ય સર્વ જીવોને પણ મોક્ષસાધક હેતુઓમાં જોડીને મોક્ષનો લાભ અપાવાનો હોય છે.” આ સૂત્રમાં ‘શિવમસ્તુ'ની ભાવના પણ અંતર્ગત છે, તે આથી સ્પષ્ટ થાય છે. “મારે કોઈની સાથે વેર નથી” એવું જયારે ભાવવામાં આવે છે, ત્યારે તેમાં સ્વામિ, નમામિ અને શિવમસ્તુ એ ત્રણે ભાવનાઓનું એકીકરણ થાય છે. - આ ત્રણે ભાવનાઓ પાછળનો ભાવુકનો હેતુ અહંભાવને ઓગાળીને મોક્ષમાર્ગે પ્રયાણ કરવાનો હોઈ, આ મહાન સૂત્રના સૂત્રધાર સમા અરિહંતાદિ ચારનું શરણ તો તેથી આપોઆપ જ સ્વીકારાઈ જાય છે. હેતુ વિષે અસ્પષ્ટતા હોય તો પણ જ્યાં ખામેમિ, નમામિ અને શિવમસ્તુના ભાવનું અનુસંધાન આત્મા સાથે થાય છે, ત્યાં, ૨૬૬ • ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy