________________
સૂર્યનાં કિરણ સ્પર્શે વિકસતાં કમળોની માફક, ચતુઃશરણનો તારક અને ઉદ્ધારક સ્પર્શ આત્માને સ્વયંભૂ સ્ફુરી જાય છે.
એક મહાપુરુષે લખ્યું છે : “અંતઃકરણની શુદ્ધિ સૌ પ્રથમ નમ્રતાનો ભાવ માગે છે અને નમ્રતા પોતાના અનંતભવોના અપરાધોની કબૂલાતમાંથી (આત્મ સભાનતામાંથી) જાગે છે. તેથી આરાધનાના માર્ગમાં પ્રથમ દુષ્કૃતગર્હા કહી છે. પછી સુકૃતાનુમોદના અને એ બંનેપૂર્વક અરિહંતાદિ ચારનું શરણ શાસ્ત્રકારોએ બતાવ્યું છે.” આ બધુંએ ક્ષમાપનાના એ મહાસૂત્રમાં છે.
પારમાર્થિક હેતુથી માંગવામાં આવતી અપરાધોની ક્ષમામાં શંકતા કે દીનતા નથી. એ તો જાગ્રત આત્માનો સ્વસ્થતા પ્રાપ્ત કરવા માટેનો એક સબળ પ્રયાસ છે. એના પરિણામે ચિત્તની પ્રસન્નતા અને આત્માની અમૂલ્ય સમતા સહજ સાંપડી જાય છે.
‘ખામેમિ, નમામિ અને શિવમસ્તુ'ની ભાવત્રયીનું ઐક્ય અહંભાવની જડને મૂળમાંથી ઉખાડી નાંખે છે. તેમાંથી સ્વયંભૂ પ્રગટ થતો સમત્વભાવ આત્માના અનંતજ્ઞાનના પ્રકટીકરણને પરિણમાવે છે. આ ભાવનાનો ભાવુક નિજ કલ્યાણ તો સાધે જ છે, સાથે સાથે અન્ય જીવોને પણ એ માર્ગે વાળનારી ભાવનાનો પવિત્ર સ્રોત તે વિશ્વમાં વહેવડાવે છે.
ક્ષમાપનાની ભાવનાથી વાસિત થયેલા કેટકેટલા મહાનુભાવો નિમિષમાત્રમાં કેવળજ્ઞાનને પ્રાપ્ત કરીને સિદ્ધિગતિને વર્યા છે, તે માટેનાં દૃષ્ટાંતો તો કંઈ શોધવા જવું પડે તેમ નથી.
શ્રીપ્રસન્નચંદ્ર રાજર્ષિ, ઈલાચીપુત્ર, ઈલાચીપુત્રની કથા સાથે સંકળાયેલાં રાજા, રાણી તથા નટપુત્રી, અતિમુક્તકમુનિ, શ્રીબાહુબલીસ્વામી, સાધ્વી મૃગાવતી અને વિશ્વવિખ્યાત ચંદનબાળા ઇત્યાદિ અનેક સાધકોની મોક્ષપ્રાપ્તિના મૂળમાં આ મહાસૂત્ર ‘ખામેમિ સવ્વજીવે’માં નિરૂપવામાં આવેલા એ મહાભાવે જક્ષમાપનાભાવે જ–કાર્ય કર્યું
હતું.
આવાં ઘણાં બધાં દૃષ્ટાંતોનું અનુચિંતન આપણને એ કહી જાય છે, કે ‘ખામેમિ’ સૂત્રમાં કેવળજ્ઞાનનું અમોઘ બીજ પડેલું છે. એ બીજને વિકસાવીને કોઈ પણ આત્મા સિદ્ધિગતિનો અધિકારી બની શકે છે.
શ્રીજિનશાસને પ્રરૂપેલા પરમ ધર્મ અહિંસાનું સાર્થક પણ આ સૂત્રમાં જડે છે. સમગ્ર જીવરાશિને અભયદાન આપવાની ભાવના ભાવતો ભાવુક વાસ્તવમાં તો પોતાને માટે જ અભયદાન પ્રાપ્ત કરે છે. કેમકે, તમામ પ્રકારના વૈરવિરોધથી મુક્ત થના૨ આત્માને માટે ભય કે ડરવા જેવું, તે પછી, કશું રહેતું જ નથી.
જેના અંતઃકરણમાં ક્ષમાપનાનો ભાવ ઓતપ્રોત થઈ જાય, તેને માટે તમામ
ધર્મ-ચિંતન ૦ ૨૬૭