________________
મહાસત્તા છે.
આ મહાસત્તાનું ધ્યેય જીવોની ઉત્ક્રાંતિનું જ છે. તેની પાછળ સર્વ જીવોનું આત્યંતિક હિત ઈચ્છનારા શ્રી તીર્થંકર ભગવંતોની ભાવનાનું અને એમના લોકોત્તર અચિંત્ય પ્રભાવનું બળ ભર્યું છે.
- શ્રી તીર્થકરોની ભાવનાની વિરુદ્ધ ભાવનાઓ સંસારના અનંતાનંત જીવો કરે, તો પણ તે બધાને પરાભવ પમાડીને ધર્મ મહાસત્તા ફલીભૂત થાય છે કે જેથી છ મહિને એક જીવ અવશ્ય મોક્ષને પામે જ છે.
શ્રીતીર્થંકરદેવોની સર્વોત્કૃષ્ટ ભાવના અને તેઓના લોકોત્તર અચિંત્ય પ્રભાવના યોગે જ સંસારના જીવો પાપપરાયણ હોવા છતાં સુખના લેશને પામી શકે છે અને કાળક્રમે ધર્મપરાયણ બનીને મુક્તિના સુખને મેળવી શકે છે. આજ્ઞા એટલે શાસન * વિશ્વમાં જો કોઈ મહાશક્તિ હોય તો તે ધર્મની જ છે. વિશ્વમાં જો કોઈ મહાસત્તા હોય તો તે શ્રીતીર્થકર ભગવાનના શાસનની જ છે. કારણ કે તેમની ભાવના સદાય સમસ્ત વિશ્વના પરમ કલ્યાણની હોય છે, તથા તેમણે વિશ્વ જે સ્વરૂપે છે, તે સ્વરૂપે યથાવસ્થિતપણે પ્રકાશિત કરેલું છે અને તેના આધાર પર મુક્તિમાર્ગની સાધના વિશ્વમાં અવિચ્છિન્નપણે ચાલી રહેલી છે.
શ્રીતીર્થંકર પરમાત્મા સુરેન્દ્રોને પૂજનીય, મુનીન્દ્રોને વંદનીય અને યોગીન્દ્રોને સેવનીય બન્યા છે. કારણ કે સર્વ જીવોના કલ્યાણની પરમોત્કૃષ્ટ ભાવના તેમણે કરી છે.
- સર્વ જીવોના હિતની ભાવના એ જ એમનું દેવત્વ છે, પરમેષ્ઠિત્વ છે, તીર્થકરત્વ છે. વાસ્તવિક રીતે આ ભાવના વડે જ તીર્થકરના આત્માઓ તીર્થકર બન્યા છે. આ ભાવના વડે જ શ્રીતીર્થંકરદેવે સમગ્ર વિશ્વ ઉપર ઉપકાર કર્યો છે. આ ભાવના તીર્થંકર દ્વારા પ્રગટ થઈ વિશ્વને તારે છે.
આ ભાવનાનો ઉપકાર આપણા પ્રત્યેક ઉપર પ્રત્યેક સમયે ચાલુ જ છે અનેક ભવ્ય જિનમંદિરો, ધર્મસ્થાનકો, નિર્ગસ્થ ગુરુઓ, વ્રતધારી સાધર્મિકો, સમ્યકશાસ્ત્રો, ઉચ્ચકુળ વગેરે ઘણુંઘણું મહાસત્તા વડે આપણને મળ્યું છે.
પ.પૂ.શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજા કહે છે કે, “બાઝારદ્ધા વિદ્ધા વ, શિવાય ૨ ભવાય "
આરાધેલી આજ્ઞા મોક્ષ માટે થાય છે અને વિરાધેલી આજ્ઞા સંસાર માટે થાય છે. આજ્ઞા એટલે શાસન. આજ્ઞા એટલે મહાસત્તાનું નિયંત્રણ.
9૬ ૦ ધર્મ-ચિંતન