SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થકર નામકર્મ (વિશ્વ ઉપર મહાસત્તા ધર્મની જ છે. શ્રી તીર્થકર ભગવંતોની સર્વોત્કૃષ્ટ ભાવનાની જ છે.” તે હકીકતનું આ લેખ સુંદર દર્શન કરાવે છે. ધર્મમહાસત્તાને શરણે જવાની આપણી ભાવનાને અધિક સક્રિય બનાવવાની અણમોલ વિચાર-સામગ્રી આ લેખમાં છે. ત્રિભુવનપતિ શ્રી તીર્થકર પરમાત્માની ભક્તિમાંથી પ્રગટતી નિર્મળ શક્તિનો પરિચય કરાવતો આ લેખ છે. સં.) તીર્થકર નામકર્મ ધર્મની આરાધના સફળ કરવા માટે જગતના સર્વ જીવો પ્રત્યેનો શ્રી તીર્થંકરદેવોનો અપરંપાર ઉપકાર સ્પર્શવો જોઈએ, તેમનો અચિંત્ય મહિમા સ્પર્શવો જોઈએ, વિશ્વમહાશાસનમાં સર્વ શ્રેય કરનારું તેમનું અદ્વિતીય સ્થાન સ્પર્શવું જોઈએ. સમગ્ર વિશ્વ સાથે, વિશ્વના સર્વ જીવો સાથે શ્રીતીર્થકર ભગવંતોનો સંબંધ રહેલો છે. ત્રણ લોકના સર્વ જીવોના કલ્યાણની કામના તેમણે કરેલી છે, તે માટેની તીવ્ર ભાવના ભાવેલી છે. આ સર્વ જીવોનું આત્યંતિક કલ્યાણ થાય તે માટેનો માર્ગ શું હોઈ શકે? તેના સંપૂર્ણ સાક્ષાત્કાર માટે પોતે ઉગ્ર સાધના કરી છે. જો કોઈ એકાદ જીવના કલ્યાણની ભાવના પણ હૈયામાં વસી જાય, તો તે ઉચ્ચ પુણ્યપ્રકૃતિનો બંધ કરાવનાર થાય છે. તો પછી સર્વ જીવોના કલ્યાણની ભાવના, સર્વને - દુઃખમાંથી અને કર્મની જાળમાંથી છોડાવવાની ઉત્કટ કરુણા જેમનામાં પ્રબળપણે પ્રગટ થાય છે, તે શ્રીતીર્થકર ભગવંતોના આત્માઓ સર્વ પુણ્યપ્રકૃતિઓમાં ઉત્કૃષ્ટ એવી તીર્થંકર નામકર્મની પ્રકૃતિ કેમ નિકાચિત ન કરે ? આ પ્રકૃષ્ટ પુણ્યપ્રકૃતિને લીધે તેઓ વીતરાગ હોવા છતાં ત્રણ ભુવનને સુખ કરનારું અને ભવભ્રમણમાંથી મુક્ત કરાવનારું તીર્થ સ્થાપે છે. આ તીર્થના આલંબને અનેક જીવો પોતાનું કલ્યાણ સાધે છે. જે તીર્થ શ્રીતીર્થંકરદેવના નિર્વાણ બાદ પણ કાયમ રહીને પોતાના અસ્તિત્વ પર્યત ભવ્ય જીવોને મુક્તિનું અનન્ય સાધન બને છે. - ૪૨ પ્રકારની પુણ્યપ્રકૃતિઓમાં છેલ્લી અને આ એક જ પુણ્યપ્રકૃતિ એવી જ છે કે જે તીર્થકરોના નિર્વાણ બાદ પણ પોતાના કાર્ય વડે જીવોને જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનાની સામગ્રી આપ્યા કરે છે. તીર્થકરનામકર્મની પુણ્યપ્રકૃતિ એ જ એક સમગ્ર વિશ્વ ઉપર સત્તા ધરાવતી, સમગ્ર વિશ્વના પ્રાણીઓનું હિત ચિંતવતી, કેવળ હિત ચિંતવન જ નહિ, કિંતુ પ્રાણીઓનું જે રીતે હિત થાય તે રીતે વ્યવસ્થિત તંત્રની રચના કરતી, તે રચનાને અનુકૂળ રહેનાર પ્રત્યે અનુગ્રહ કરતી, પ્રતિકૂળ વર્તનારનો નિગ્રહ કરતી એકની એક ધર્મ-ચિંતન ૦ ૭૫
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy