________________
શ્રીનમસ્કાર મહામંત્રનો શબ્દાર્થ અને ભાવાર્થ તો અનુપ્રેક્ષા દ્વારા શોધાય છે પણ તેનો જે રહસ્યાર્થ છે. તેનો ધ્યાન, લય અને સમાધિના ત્રિકોણમાં ખીલતી પ્રજ્ઞાદ્વારા જ જણાય છે. ધ્વનિઓના સંઘર્ષદ્વારા જે પ્રાણવિદ્યુત્નો પ્રવાહ ઉત્પન્ન થાય છે, તે જ એક માત્ર શ્રીમહામંત્રના રહસ્યાર્થો ખોલી દેવા સમર્થ છે, શ્રીનમસ્કાર મહામંત્રનો રહસ્યાર્થ એ છે કે પંચપરમેષ્ઠિ એ સિદ્ધત્વનો જ એક અખંડિત અદ્વિતીય પદાર્થ છે અને તે પદાર્થ તે હું છું. ‘મહં બ્રહ્માસ્મિ ' શિવોડદું કે “સોડ૬ ' અથવા My Father and I are one. વગેરે વાક્યો એક જ સત્ય પર પ્રકાશ ફેંકે છે અને તે સત્ય એ છે કે, “હું જ પંચપરમેષ્ઠિ છું.” આ અતિગહન સત્યને ઝીલવા માટેની ચિત્તભૂમિકાની અગ્નિશુદ્ધિ શ્રીનમસ્કારના જાપ દ્વારા શક્ય છે. મહામંત્રના જાપ દ્વારા સાધક અનુભવે છે કે દેવ, ગુરુ, ધર્મ, દર્શન, જ્ઞાન, ચારિત્ર વગેરે સત્યો શાસ્ત્રના નથી પણ મારા પોતાના સત્યો છે, મારી અંગત માલીકીના છે, મારા અસ્થિ, મજા અને રુધિરરૂપ છે. આવું ભાન પ્રગટતાં સામર્થ્યયોગ પ્રગટે છે. સર્વ સામર્થ્ય સાધકને તેના સ્વત્ત્વના રત્નનિધિમાં વિલસતું લાગે છે.
સાધનાનું પરમધ્યેય જેમ જેમ શ્રીનવકાર મંત્રના જાપ દ્વારા ધ્વનિઓનો દારૂણ સંઘર્ષ થશે અને તેમાંથી પ્રાણવિદ્યુતનું પવિત્ર ઝરણું પ્રગટશે, તેમ તેમ શાસ્ત્રોનાં ગહન રહસ્યો સ્વાનુભવની સપાટી પર ખીલવા માંડશે. માત્ર બુદ્ધિવાદથી આ સત્ય નહિ સમજી શકાય. શ્રીનવકારના જાપ દ્વારા તે આપોઆપ ખીલી ઉઠશે. સર્વશુભ ધ્યાનો શ્રીનમસ્કાર મહામંત્રના જાપમાં અંતર્નિહિત છે. પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ કે રૂપાતીત, આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાકવિચય કે સંસ્થાનવિચય, સંપ્રજ્ઞાત કે અસંપ્રજ્ઞાત, સબીજ કે નિર્બેજ કે જે કોઈ ધ્યાનો કે સમાધિનું સ્વરૂપ શાસ્ત્રોમાં સાંભળવામાં આવે છે, તે બધાં જ એકત્ર એક જ જગ્યાએ ધ્યાવવાનો રસાસ્વાદ શ્રીનવકારના જાપદ્વારા અનુભવી શકાય છે. બધાં જ શુભ ધ્યાન એક સાથે ધ્યાવાનો રસસ્વાદ શ્રીનવકારના જાપદ્વારા મળી રહે છે. દરેક પ્રકારનું શુભધ્યાન કર્યાનું ફળ આ મંત્રાધિરાજના જાપદ્વારા મળી રહે છે તેનું કારણ એ છે કે દરેક શુભધ્યાનના મૂળમાં આત્મહત્ત્વનું શોધન અને પરમાત્મ તત્ત્વનું અનુસંધાન છે. સર્વધ્યાનોનું ધ્યાનપણું તેની આત્મીયતાને લીધે છે. શુદ્ધ આત્મતત્ત્વમાં લય થવાનો સરળ, સહજ અને સત્ત્વરપંથ શ્રીનમસ્કાર મહામંત્રના જાપમાં રહેલો છે. આત્મમયતાનું Climax સર્વોચ્ચબિંદુ શ્રીનમસ્કાર મહામંત્રમાં છુપાયેલું છે. સાધનાની ગમે તે ભૂમિકામાંથી શ્રીનમસ્કાર મહામંત્રદ્વારા આત્માના શુદ્ધ દ્રવ્યગુણપર્યાયમાં લય સાધી શકાય છે અને તે સર્વ યોગ માર્ગોનું એકનું એક પરમ ધ્યેય છે.
૩૧૪ • ધર્મ-ચિંતન