SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ શેરડીના રસ જેવું મધુર લાગે, આ ચમત્કાર શ્રીનમસ્કાર મહામંત્રથી થાય છે. જો કે આ ચમત્કારિક પ્રક્રિયા આપણી ચેતનાના ઊંડાણમાં કેવી રીતે થાય છે તે આપણે જાણતા નથી છતાં એટલું લાગે છે કે દુઃખ-સુખના મિથ્યાભ્રમ તોડનાર પ્રક્રિયાની શરૂઆત શ્રીનમસ્કાર મહામંત્રના શબ્દોના ઉચ્ચારણ ધ્વનિદ્વારા આપણા જાગ્રત, અર્ધજાગ્રત અને અજાગ્રત મનમાં થતા રાસાયણિક ફેરફારોથી થતી હોય, પછીની ક્રિયા અગમ્ય છે. તે અનુભવાત્મક પ્રક્રિયા દ્વારા જ પ્રતીત થાય તેવું સત્ય છે. સત્ય જેમ જેમ અનુભવમાં આવતું જાય છે તેમ તેમ તેનું સ્વરૂપ અવાચ્ય બનતું જાય છે. અનુભવનું ક્ષેત્ર જ એવું વિદ્યુતાત્મક છે કે ત્યાં વિચાર, શબ્દો અને ભાવોના પંખીઓ પોતાનો માળો બાંધી શકતા નથી. દુઃખનું મૂલ્ય સુખ-દુઃખ પ્રત્યેની નવીન દષ્ટિ શ્રીમંત્રાધિરાજ લાવે છે અને તે દ્વારા એક એવી જગ્યાની જરૂરિયાત આપણે જોઈએ છીએ કે જ્યાં આ સંસારનાં સુખે ન હોય અને દુઃખે ન હોય. આ રીતે શ્રીમંત્રાધિરાજદ્વારા સિદ્ધશિલાનો જન્મ થાય છે. શ્રીનમસ્કાર સર્વ સત્યોનું સત્ય શીખવે છે કે દુ:ખ દુઃખરૂપ નથી. દુઃખ જ સુખ છે અને સુખ જ દુઃખ છે. શ્રીનવકારમાતા દુઃખનું મૂલ્ય શીખવે છે. શ્રીનવકાર આપણને માતારૂપ ત્યારે જ લાગશે કે જ્યારે આપણને એ,નિર્ણય થશે કે આ સંસારરૂપી બળતા ઘરમાં સુખ એ પણ દુઃખરૂપ છે. અહીં બધું નાશરૂપ છે, દુઃખરૂપ છે, વિનાશ અને મૃત્યુના અચળ નિયમને વશ છે. The eternal law of death and destruction વિનાશ અને મૃત્યુના અચળ નિયમના પ્રકાશમાં શ્રીનમસ્કાર એ મારી વહાલસોયી માતા છે, તેનું ભાન થશે. દુઃખના સળગતા ભડકાઓમાં જ શ્રીનમસ્કારનું પૂર્ણ માધુર્ય સમજાશે, અને પછી દુઃખનું મૂલ્ય પણ સ્વીકારવું પડશે. દુઃખ જો દુઃખરૂપ જ હોત તો શ્રીનવકા૨માતાના ખોળામાં તે લાવી દઈ જે સુખ ઉત્પન્ન કરે છે, તે કેમ બનત ? ‘નમો’ પદનું મહત્ત્વ શ્રીનમસ્કાર મહામંત્રમાં જે ‘નમો ।' પદ છે, તે જીવ અને શિવબિંદુ વચ્ચે રહેલી ભેદરેખા બતાવે છે, આત્મા અને પરમાત્મા વચ્ચે રહેલ અંતરનો ખ્યાલ આપે છે. પંચપરમેષ્ઠિ પોતામાં અપ્રગટ છે, તેને પ્રગટ કરવા છે, એ નિરંતરની વેદના ‘નમો ।’ શબ્દમાં પ્રજળી રહે છે. ‘નમો' શબ્દદ્વારા એ અપ્રગટ અને પ્રગટ વચ્ચેનું અંતર ઘટતું જાય છે, તે જ શ્રીમહામંત્રનું મંગળ છે. ‘પદ્મમં ।'નો અર્થ નિરંતર વધતું મંગળ અને નિરંતર વધતા મંગળનો અર્થ એ જ કે અપ્રગટ ને પ્રગંટનું નિરંતર ઘટતું અંતર. બીજા શબ્દોમાં ચેતન અને ચેતનાનું નિરંતર ઘટતું અંતર તે જ નિરંતર વધતું મંગળ. ‘નમો ।’ પદ દ્વારા તે અંતર કપાય છે. ધર્મ-ચિંતન ૦ ૩૧૩
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy