________________
કિંમતી છતાં સરળ
“શ્રીનમસ્કાર મહામંત્ર ઉપર લખતાં સૌથી પહેલો એ વિચાર આવે છે કે એનાથી . વધુ કિંમતી કોઈ પદાર્થ આ ત્રણે લોકમાં છે નહિ અને છતાંય સામાન્ય જણના ઘરગથ્થું વપરાશની વસ્તુ જેમ તે સીધા, સાદા અને સરળરૂપે સર્વને પ્રાપ્ત છે. જે વસ્તુ કિંમતી હોય છે, તેની પ્રાપ્તિ દુર્લભ હોય છે એમ મનાય છે. વસ્તુ જેમ વધુ કિંમતી તેમ તેની પ્રાપ્તિ વધુને વધુ કઠીન બનતી જાય છે, આવી આપણી સામાન્ય સમજણ છે. શ્રીનમસ્કાર મહામંત્રમાં સર્વ પ્રકારની સમૃદ્ધિના સુવર્ણચરુ દટાયા છે. સૌથી વધુ કિંમતી પદાર્થ આ રીતે શ્રીનમસ્કાર મહામંત્ર છે અને છતાંય નાના બાળકના કંઠમાં પણ તે છે. ઘરડી ડોશીના ધ્રુજતા હોઠો પર પણ તે મંત્ર ગુંજે છે. સર્વ જનની સામાન્ય મિલ્કત બનીને તે સર્વત્ર વ્યાપ્ત છે. વધુમાં વધુ કિમતી હોવા છતાં વધુમાં વધુ સરળ રીતે તે સર્વને પ્રાપ્ત છે.
આત્મા જ પંચપરમેષ્ઠિ
શ્રીનમસ્કાર મહામંત્ર ઉપર ચર્ચા, લેખન, ચિંતન, મનન શું થઈ શકે ? એ બધા બાહ્ય સપાટી પરના પરપોટા છે. શ્રીનવકાર તો આત્મતત્ત્વમાં વ્યાપેલી એક મહાશક્તિ છે, જે રાગદ્વેષની ગ્રંથિનો નાશ કરે છે. યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વક૨ણ અને અનિવૃત્તિકરણમાં જે કાંઈ આધ્યાત્મિક પ્રક્રિયાનો વેગ છે, કાચો મસાલો છે, ખાતર અને અણુબળતણ છે, તે આ નમસ્કાર મહામંત્ર જ છે—પંચપરમેષ્ઠિના ચરણકમળને રોતી આંખોએ થતું પ્રક્ષાલન છે. ગ્રંથિભેદ કહો, કુંડલિનીનું ઉત્થાન કહો, અપ્રમત્ત ગુણસ્થાનકમાં ઝળહળી ઉઠતી તેજસ્વી સ્વરૂપ જાગૃતિ કહો, ક્ષપકશ્રેણિ, શુક્લ ધ્યાનના પ્રથમ બે પાયા, બ્રહ્મરંધ્રમાં થતો અનાહત નાદ, પાતંજલની અસંપ્રજ્ઞાત સમાધિ, આ બધી અવસ્થાઓનું પ્રકટીકરણ માત્ર પંચપરમેષ્ઠિ સાથેના અભેદ શ્રીનમસ્કાર મંત્રની સાધના વિના શક્ય નથી. એટલું ખરું કે આગળ વધતાં પંચપરમેષ્ઠિનું મંગળ સ્વરૂપ માત્ર શાસ્ત્રમાં જ ન રહેતાં આપણા જ આત્મામાં જડી આવે છે. આપણો આત્મા જ પંચપરમેષ્ઠિનાં પાંચે સ્વરૂપ છે. આપણો આત્મા ક્યારેક સાધુ બનશે, જ્ઞાન મેળવી ઉપાધ્યાય બનશે, ચારિત્રનું મઘમઘતું પારિજાતક ખીલવીને આચાર્ય બનશે, ક્યારેક આપણો જ આત્મા સમવસરણમાં બેસીને માલકોસ રાગમાં મધુરી દેશના આપશે. તે સમયે તેની પાછળ ભામંડળ હશે, તેની ઉપર અશોકવૃક્ષ હશે અને તેની આજુબાજુ દેવો ચામર વીંઝતા હશે અને આપણો આત્મા જ ચારેક સિદ્ધ બનશે, સિદ્ધશિલા પર બિરાજશે અને ત્રણે લોક અને ત્રણે કાળને સ્વહસ્તરેખાની જેમ સ્પષ્ટ જોશે. મારા પોતામાં જ પંચપરમેષ્ઠિણું છે અને તેને ઓળખવાને માટે જ આ ત્રણે કાળના ત્રણે લોકમાં રહેલા બહારના પંચપરમેષ્ઠિ ભગવંતોની હું મદદ લઉં છું.
ધર્મ-ચિંતન ૦ ૩૧૫