SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ કારણ કે અહંકારમાંથી કષાયો જન્મે છે, કષાયોમાંથી દ્રવ્યકર્મો જન્મે છે અને જેવાં દ્રવ્યકર્મો હોય છે, તેવું શરીર આત્મા રચે છે. એટલે, જો આપણો વધુ સમય શ્રીનવકારની તારકનિશ્રામાં સાર્થક થાય તો ઓછા ભવમાં આપણો નિસ્તાર થાય. કારણ કે શ્રીનવકા૨ની સાથે રહેવાથી ત્રિભુવનના સઘળા જીવોના હિતના ઉત્કૃષ્ટ ભાવ સાથે રહી શકાય છે. એટલે સ્વાભાવિકપણે આત્માની નિર્મળતા વધે છે. આત્માની નિર્મળતા વધે છે, એટલે ભવની તેની ઉપરની ઘેરી છાયા ખસવા માંડે છે. તે નિર્મળતા જ્યાં વસતી હોય છે, ત્યાં સદા માંગલિકતા હસતી હોય છે. એટલે જે ભાગ્યશાળી આત્માને પોતાનું મંગલ વહાલું હોય, તેને શ્રીનવકા૨ વહાલો લાગે, શ્રીપંચપરમેષ્ટિ ભગવંતો વહાલા લાગે. અને જેને પોતાનું અમંગલ વહાલું હોય, અશુભ વહાલું હોય, અકલ્યાણ વહાલું હોય, તેને અહંકાર વહાલો લાગે, તજ્જન્ય કષાયો વહાલા લાગે. મંગલમય ભાવમાંથી બંધાઈ જતા પુણ્યથી ખેંચાઈને સર્વોત્તમ દ્રવ્યો જીવની તહેનાતમાં હાજર થાય. સહુની સુખ-સામગ્રી પ્રત્યેના દ્વેષમાંથી બંધાઈ જતા પાપકર્મની અસરથી સંપ્રાપ્ત સામગ્રી પણ ચાલી જાય. કારણ કે લોકમાં અષ્ટમહાપ્રાતિહાર્યને યોગ્ય દ્રવ્યો પણ રહેલાં છે અને નરકનિગોદને યોગ્ય દ્રવ્યો પણ રહેલાં છે. સકળજીવહિતવિરોધી સ્વહિતનો વિચાર તે ભવપરંપરાનું મૂળ છે. ‘સ્વ’ પ્રત્યેના રાગને સર્વજીવહિત વિષયક બનાવવો તે શાશ્વતપદનું મહાબીજ છે. એ મહાબીજના ઉછેર કાજે પ્રકૃતિનું સમગ્ર તંત્ર અનાદિકાળથી પૂર્ણ વ્યવસ્થિતપણે કામ કરી રહ્યું છે. શ્રીનવકા૨, મનની સપાટી ભેદીને તેની અંદર સંઘરાયેલા પડેલા ભાવોને બહાર લાવે છે, તે ભાવોનો ભાર ઓછો થતો જાય છે તેમ તેમ આત્માના ભાવની અસર સ્પષ્ટપણે કળાવા માંડે છે. મતલબ કે શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોને નમસ્કાર કરવાથી ભાવસાગરમાં ભરતી આવે છે. અહંકારથી તેમાં ઓટ આવે છે. ભરતીનું કારણ છે, સકળ જીવરાશિ પ્રત્યેનો શુભભાવ. ઓટનું કારણ છે, ‘સ્વ’ પ્રત્યેનો સ્વાર્થભાવ. ૧૩૮ ૦ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy