________________
ધર્મશક્તિનો પરિચય
પ્રભુ નામે આનંદ કંદ, સુખ સંપત્તિ લહીએ, પ્રભુ નામે ભવ ભવ તણાં, પાતીક સબ દહીએ. ૧
ત્રણ ભુવનના સર્વ જીવોને સુખ અને આનંદ આપવાના સ્વભાવવાળા પ્રભુના નામમાં દુઃખ દુર કરી આનંદ આપવાની શક્તિ છે. પ્રભુના નામમાં સુખ અને સંપત્તિ આપવાની તાકાત છે. પ્રભુનું નામ પાપીઓને પણ પાપ રહિત નિર્મળ બનાવી શકે છે.
જીવે પોતે જ બાંધેલા અશુભ કર્મના કારણે આવતું દુ:ખ પ્રભુના નામથી ચાલ્યું જાય અને સુખ મળે, તો ત્યાં શું કર્મના નિયમનો ભંગ થાય છે ? ના. કર્મસત્તા તો ધર્મમહાસત્તાના કાયદા શાસ્રો—દ્વાદશાંગીમાં બતાવેલા નિયમો અનુસાર જ કામ કરી રહેલ છે. તો કરેલું કર્મ પણ જીવને ભોગવવું પડે છે અને પ્રભુના નામથી દુઃખને બદલે સુખ થાય છે એ બંને સત્ય હકીકતો છે. ધર્મના આલંબનથી દુ:ખને બદલે સુખ મળે, દારિદ્રતાના ઠેકાણે સંપત્તિ મળે, દુર્ગતિને બદલે સદ્ગતિ મળે, આ પણ કર્મના નિયમ અનુસાર જ થાય છે.
જીવને સત્તામાં રહેલા કર્મ ઉપર કરણોની અસર થાય છે. કરણોની અસર એટલે શુભ-અશુભ અધ્યવસાય પ્રમાણે સત્તામાં રહેલાં કર્મમાં થતો ફેરફાર. દા.ત. એક જીવે પૂર્વમાં એવું અશુભ કર્મ બાંધ્યું છે જેથી તેને ૧૦૩ ડિગ્રી. તાંવ એક મહિના સુધી આવવાનો છે. આ સત્તામાં રહેલાં કર્મ ઉપર ઉર્તના અને અપવર્તના કરણની અસર થાય છે. તેથી જીવ જો અશુભ અધ્યવસાયમાં રહેલો હોય તો આ કર્મની સ્થિતિ અને ૨સ વધી જાય છે. એટલે ૧૦૩ને બદલે ૧૦૫ ડિગ્રી તાવ આવે અને મહીનાને બદલે બે મહીના પણ રહે. અશુભ અધ્યવસાયમાં જેટલી તીવ્રતા તેટલા પ્રમાણમાં સ્થિતિ અને ૨સ વધે. હવે જો જીવ ધર્મમહાસત્તાને શરણે રહે, દેવાધિદેવના દર્શન, વંદન, પૂજન, ધ્યાન, જાપ, આજ્ઞાપાલન, આદિમાં તેમ જ દેવાધિદેવની ભાવકરુણાને અનુરૂપ ભાવમાં એટલે કે શુભ અધ્યવસાયમાં રહે તો તેના અશુભ કર્મની સ્થિતિ અને રસ ઘટી જાય. એટલે કે તાવ ૧૦૩ ડિગ્રીને બદલે ૯૯ થઈ જાય અને એક મહિનાને બદલે એક દિવસ પણ થઈ જાય. આ રીતે શુભ અધ્યયસાયના બળથી (ધર્મમહાસત્તાના પ્રભાવથી) તેના અશુભ કર્મોના સ્થિતિ અને ૨સ ઘટે છે. શુભ અધ્યવસાયના બળથી અશુભ કર્મનું
१. तन्नामग्रहमात्रादनादि संसारसंभव दुःखम् । भव्यात्मानामशेषं परिक्षयं याति सहसैव ॥१॥
અર્થ :–પ્રભુનું નામ લેવા માત્રથી ભવ્યજીવોનું અનાદિ સંસારસંબંધી સમસ્ત દુઃખ તત્કાલ નાશ પામે છે. યોગશાસ્ત્ર પ્રકાશ-૧૧ શ્લો. ૨૬
૩૪૮ ૧ ધર્મ-ચિંતન